આદિવાસીઓ માટે કચેરીનો પ્રારંભ:હવે દાહોદ, મહીસાગર સહિતના 7 જિલ્લાના ST ઉમેદવારોને પ્રમાણપત્રોની ખરાઈ માટે છેક ગાંધીનગર લાંબા નહીં થવું પડે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે વડોદરા ખાતે વિભાગીય વિશ્લેષણ સમિતિ અને વિજિલન્સ સેલની કચેરીનો પ્રારંભ - Divya Bhaskar
અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે વડોદરા ખાતે વિભાગીય વિશ્લેષણ સમિતિ અને વિજિલન્સ સેલની કચેરીનો પ્રારંભ
  • આદિજાતી પ્રમાણપત્રોનો ગુજરાતનો કાયદો અન્ય તમામ રાજ્યો ના કાયદા કરતાં સારો અને વ્યાપક છેઃ ગણપત વસાવા
  • આદિવાસીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છેઃ આદિજાતિ વિકાસ મંત્રી
  • આદિવાસી કલ્યાણના નક્કર પગલા માટે આદિજાતી વિકાસ મંત્રીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો

અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે વડોદરા ખાતે વિભાગીય વિશ્લેષણ સમિતિ અને વિજિલન્સ સેલની કચેરીનો મંત્રીએ ગણપતસિંહ વસાવાએ શુભારંભ કરાવ્યો હતો. જેને પગલે વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, આણંદ અને ખેડા જિલ્લાના ST ઉમેદવારોને પ્રમાણપત્રોની ખરાઈ માટે છેક ગાંધીનગર લાંબા નહીં થવું પડે.

રાજ્યના 33 જિલ્લાઓને 4 ઝોનમાં વહેંચણી કરી 4 કચેરીઓ કાર્યરત કરાઇ છે
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીએ ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્યના 33 જિલ્લાઓને 4 ઝોનમાં વહેંચણી કરીને 4 કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે. જે પૈકી ગાંધીનગર ખાતે બે કચેરીઓ, સુરત અને આજે વડોદરામાં વિભાગીય વિશ્લેષણ સમિતિની કચેરીનો શુભારંભ કરાયો છે. આ વિભાજિત વ્યવસ્થાને પગલે હવે ઉમેદવારોને પ્રમાણપત્રોની ખરાઈ માટે ગાંધીનગર નહીં જવું પડે.

રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીએ ગણપતસિંહ વસાવાએ કચેરીનો પ્રારંભ કરાવ્યો
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીએ ગણપતસિંહ વસાવાએ કચેરીનો પ્રારંભ કરાવ્યો

આદિજાતી પ્રમાણપત્રોનો ગુજરાતનો કાયદો અન્ય તમામ રાજ્યોના કાયદા કરતાં સારો અને વ્યાપક છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે, આદિવાસીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર હંમેશા સંકલ્પબદ્ધ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઇ અંગેનો કાયદો વર્ષ-2017માં પસાર કરીને તેને કાયદાકીય સ્વરૂપ આપીને તેનો ચુસ્ત અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ કાયદો દેશના અન્ય તમામ રાજ્યોના કાયદા કરતાં શ્રેષ્ઠ અને વ્યાપક છે.

આદિજાતી વિકાસ મંત્રીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો
અધિક કલેકટર કક્ષાના ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમિતિએ આપેલું પ્રમાણપત્ર આજીવન માન્ય રહેશે. વારંવાર મેળવવાની જરૂર નહીં રહે. શિક્ષણ, નોકરી કે, ચૂંટણી જેવી બાબતોમાં આદિજાતી અનામતનો લાભ માત્ર આ પ્રમાણપત્રને આધારે જ મળશે. એક પણ સાચો આદિવાસી મળવાપાત્ર લાભોથી વંચિત ન રહે અને ખોટા વ્યક્તિ લાભ ન લઈ જાય તેની ચુસ્ત તકેદારીની આ વ્યવસ્થા છે, જેના માટે હું મુખ્યમંત્રીનો હાર્દિક આભાર માનું છું.

આદિવાસી કલ્યાણના નક્કર પગલા માટે આદિજાતી વિકાસ મંત્રીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો
આદિવાસી કલ્યાણના નક્કર પગલા માટે આદિજાતી વિકાસ મંત્રીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો

મધ્ય ગુજરાતના 7 જિલ્લાના પ્રમાણપત્રોની ખરાઇ કરાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા ખાતે કુબેર ભવનના આઇ બ્લોકમાં સાતમા માળે રૂમ.નં-728માં કાર્યરત થયેલી આ કચેરીમાં વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, આણંદ અને ખેડા જિલ્લાનો સમાવેશ કરાયો છે.

આદિજાતિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે ધારાસભ્ય અભેસિંહ તડવી, વડોદરા જિલ્લા કલેકટર આર.બી.બારડ, સંયુક્ત કમિશનર એસ.ડી.વસાવા, મદદનીશ આદિજાતિ કમિશનર બી.પી.ચભાડિયા, નાયબ પોલીસ અધિક્ષક ભરત પરમાર, આદિજાતિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિજાતી પ્રમાણપત્રોનો ગુજરાતનો કાયદો અન્ય તમામ રાજ્યો ના કાયદા કરતાં સારો અને વ્યાપક છેઃ ગણપત વસાવા
દિજાતી પ્રમાણપત્રોનો ગુજરાતનો કાયદો અન્ય તમામ રાજ્યો ના કાયદા કરતાં સારો અને વ્યાપક છેઃ ગણપત વસાવા
અન્ય સમાચારો પણ છે...