સરકારે રૂ. 200 કરોડ સુધીના મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવાની મંજૂરી આપતા સિંધ રોડ પાણી પુરવઠા પ્રોજેક્ટ અને બ્રિજ માટે રૂ.100 કરોડના બોન્ડ બહાર પાડ્યા હતા જ્યારે હવે પાણી ડ્રેનેજ અને તળાવોના કામો માટે પાલિકા વધુ એક વખત રૂ. 100 કરોડના બોન્ડ બહાર પાડવાનું છે જેનો બજેટમાં પણ ઉલ્લેખ કરાયો હતો. ગ્રીન બોન્ડ થકી નાણા મેળવવા માટેની પ્રક્રિયા માટે પાલિકા અલગ અલગ એજન્સી ની નિમણૂક કરશે જેની પાછળ પ્રથમ વર્ષે રૂ. 30 લાખ અને ત્યારબાદ દર વર્ષે રૂ. 6 લાખ એમ ચાર વર્ષ સુધી ખર્ચ કરશે.
હવે પાલિકા રૂ.100 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડશે અમૃત બે ઝીરો અંતર્ગત વિકાસના વિવિધ કામો માટે રૂ. 1400 કરોડનો ડીપીઆર માં પાલિકાએ 35% અને કેન્દ્ર અને રાજ્ય સરકારે 65% ફાળો આપવાનો છે.બોન્ડ માટે જરૂરી પેપર વર્ક તથા એગ્રીમેન્ટ માટે અગાઉના બોન્ડ માટે જે એજન્સીઓની નિમણૂક કરી હતી તેમની પાસે જ આગામી રૂ. 100 કરોડના ગ્રીન બોન્ડ માટે કવોટ્સ મંગાવવામાં આવ્યા છે.
જેમાં મર્ચન્ટ બેંકર કમ ટ્રાન્જેક્શન એડવાઈઝર/પ્રિલિમિનરી પ્લેસમેન્ટ મેમોરેન્ડમ તૈયાર કરાવવા તેમજ કરારો ડ્રાફ્ટ તૈયાર કરાવવા સહિતની મ્યુનિસિપલ બોન્ડને લગતી જરૂરી કામગીરી સહિતની ઇન્વેસ્ટર્સ લાવવા તેમજ વધુ બીડિંગ કરાવવા માટે એજન્સીઓની નિમણૂક કરવામાં આવશે.
પાલિકા ગ્રીન બોન્ડ થકી નાણાં મેળવે તો રાજ્ય સરકાર ~10 કરોડ આપશે
પાલિકાને અંદાજે રૂ. 1400 કરોડના ડીપીઆર મુજબ પાણી ડ્રેનેજ અને તળાવના કામો હાથ ધરાશે. આ ડીપીઆર મુજબ પાલિકાને 35%, જ્યારે કેન્દ્ર સરકાર 25% અને રાજ્ય સરકાર 40% ફાળો આપશે. પાલિકાએ ટેન્ડર પ્રીમિયમ તેમજ ભાવ વધારો અને સંલગ્ન ખર્ચો ભોગવવાનો રહેશે. જોકે પાલિકા ફાળો ગ્રીન બોન્ડ થકી મેળવે તોે સરકાર રૂપિયા 10 કરોડ આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.