પીછેહટ:પહેલા દિવસે ઘર્ષણ થયા બાદ હવે નોનવેજના વેપારીને માત્ર સૂચના

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાએ નોનવેજના વેપારીઓને ખાદ્યચીજો ઢાંકવા સૂચના આપી હતી. - Divya Bhaskar
પાલિકાએ નોનવેજના વેપારીઓને ખાદ્યચીજો ઢાંકવા સૂચના આપી હતી.
  • 50થી વધુ વેપારીને ખાદ્યચીજો ઢાંકીને રાખવા સમજાવટ કરાઈ
  • 10 વિસ્તારમાં ડ્રાઇવ,નિયમનું પાલન નહીં થાય તો પગલાંની ચીમકી

શહેરના 10 વિસ્તારોમાંથી પાલિકાની ટીમોએ નોન-વેજ,ઇંડાના વેપારીઓને ફૂડ દેખાય નહિ તે પ્રકારે ઢાંકીને રાખવા માટે સૂચનાઓ આપી છે. નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો પગલાં ભરવાની ચીમકી પણ અપાઇ હતી . પાલિકાએ મુખ્ય રસ્તા પર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી પર વસ્તુઓ દેખાય નહિ તેવી સૂચના આપી હતી. રાજકોટના મેયરે મુખ્ય રસ્તા ઉપર મટન-મચ્છી કે આમલેટની લારી ચાર રસ્તા પર ઊભી નહીં રાખવા અને દુકાનોમાં ખુલ્લા રાખી મટન કે મચ્છી વેચનારા સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી.

ત્યાર પછી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓની બોલાવેલી બેઠકમાં મુખ્ય રસ્તા ઉપર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી પર વસ્તુઓ દેખાઇ નહિ તેવી સૂચના આપી હતી. જેના પગલે છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની માર્કેટ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં નોન-વેજ ઇંડાના વેપારીઓને નિયમોનું પાલન કરવા માટે સૂચના આપી રહ્યા છે. શુક્રવારે રાજમહેલ રોડ મચ્છી વહેંચતી મહિલાઓ સાથે ઘર્ષણ થયા પછી શનિવારે કોર્પોરેશનની ટીમો દ્વારા નિયમનો અમલ કરાવવા માટે માત્ર સૂચનાઓ જ આપી હતી.

શનિવારે ચોખંડી, પ્રતાપનગર, મકરપુરા, માણેજા, જીઆઇડીસી રોડ, વડસર રોડ, તુલસીધામ ચાર રસ્તા, ખંડેરાવ માર્કેટ જેવા વિસ્તારોમાં માર્કેટ શાખાની ટીમો દ્વારા દુકાનોમાં ચેકીંગ કરવા સહિત તેમના નામ રજીસ્ટ્રારમાં લખ્યા હતા. માર્કેટ શાખાની ટીમોઅે દુકાન ધારકોને સૂચનાઓ આપી હતી કે મટન,ચીકન કે ઇંડા જેવી વસ્તુઓ જાહેર માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓને દેખાઇ નહિ તે રીતે રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. વેપારીઓ નિયમોનું પાલન નહિ કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...