બેઠક:હવે ભાજપ જ નહિ આપ સાથે પણ ટક્કર મધ્યમવર્ગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ચર્ચા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સાથે શહેરનાં ઇન્ચાર્જ યશોમતી ઠાકોરની બંધ બારણે બેઠક
  • કોંગ્રેસના વિધાનસભાની બેઠકોના ઉમેદવારો મામલે પણ બેઠકમાં ચર્ચા કરાઈ

શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ સાથે વડોદરા શહેર લોકસભાના પ્રભારી યશોમતી ઠાકોરે સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે બેઠક કરી હતી. હવે ભાજપ જ નહિ આમ આદમી પાર્ટી સાથે પણ ટક્કર છે, જેથી મધ્યમવર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત વિધાનસભા બેઠકોના ઉમેદવારો વિશે પણ ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

શહેર કોંગ્રેસમાં આંતરીક વિખવાદ ચરમ સીમાએ છે ત્યારે વડોદરા શહેર લોકસભાનાં પ્રભારી યશોમતી ઠાકોર સાથે પૂર્વ શહેર પ્રમુખ પ્રશાંત પટેલે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી હતી. શહેરમાં ચાલતી જૂથબંધી વચ્ચે થયેલી ગુપ્ત બેઠકથી કોંગ્રેસમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓ સંદર્ભે ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

જેમાં હવે ભાજપની સાથે આમ આદમી પાર્ટીનો પડકાર હોવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને મોંઘવારીથી ત્રસ્ત મધ્યમવર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરીને આંદોલનો કરીને સત્તાધારી પક્ષ સામે લડાઇ લડવા માટે એકજૂટ થવા શું કરી શકાય તે માટે વાતચીત થઇ હતી. આ ઉપરાંત વિધાનસભાની બેઠકો માટે ઉમેદવાર વિશે પણ ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...