શિક્ષણ:હવે NCERT: NTSE પરીક્ષા 7 ફેબ્રુઆરી એ યોજાશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ(NCERT)એ નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન 2019-20ના સેશનની બીજા સ્ટેજની પરીક્ષા જાહેર કરી છે. આ પરીક્ષા 7 ફેબ્રુઆરીએ યોજાશે. અગાઉ આ પરીક્ષા 10 મે ના રોજ યોજાવાની હતી. જોકે કોરોનાને કારણે આ પરીક્ષા રદ્દ કરાઈ હતી. સ્ટેજ-2માં સામેલ થનારા વિદ્યાર્થીઓ પરીક્ષા સબંધિત વધુ વિગતો NCERTની વેબસાઈટ પરથી મેળવી શકાશે. સ્ટેજ 1 અને 2ની પરીક્ષામાં સફળ થનારા વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12માં વર્ષે 12 હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે. ત્યારબાદ સ્નાતકથી પીએચડી સુધી યુજીસીના નિયમ મુજબ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન સ્ટેજ-1માં એવા વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આ‌વે છે જે તે સેશનમાં ધોરણ 10માં અભ્યાસ કરતા હોય.

અન્ય સમાચારો પણ છે...