મ.સ.યુનિ.ના ભરતી કૌભાંડ:હવે સત્તાધારી જૂથનો શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા તખ્તો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ.સ.યુનિ.ના ભરતી કૌભાંડનો વિવાદ વકર્યો
  • સત્તાધારી જૂથના સેનેટ-સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી

મ.સ. યુનિવર્સિટીના સત્તાધારી જૂથે ભરતી કૌભાંડના આક્ષેપો કરનાર સિન્ડિકેટ-સેનેટ સભ્યો સામે મોરચો માંડ્યો હોવાની વિગતો જાણવા મળી છે. સત્તાધારી જૂથના સેનેટ-સિન્ડિકેટ સભ્યોએ મિટિંગ બોલાવી શિક્ષણમંત્રીને રજૂઆત કરવાનો તખ્તો તૈયાર કર્યો છે. લાંબા સમય પછી બંને જૂથ આમને- સામને આવી ગયાં છે.

મ.સ. યુનિ.માં અધ્યાપકોની ભરતીમાં કૌભાંડ આચરાયું હોવા આક્ષેપો સાથે ત્રણ સિન્ડિકેટ સભ્યો તથા સેનેટ સભ્યોના જૂથે મોરચો માંડ્યો છે. જેમાં સાવલીના ધારાસભ્યે પણ ભરતી કૌભાંડના આક્ષેપો કરનાર સેનેટ-સિન્ડિકેટ સભ્યો સાથે યોગ્ય તપાસની માગણી છે. સેનેટ-સિન્ડિકેટ સભ્યોએ મુખ્યમંત્રીથી લઇને શિક્ષણ મંત્રી સુધી ફરિયાદો કરી છે. જેના પગલે હવે સત્તાધારી જૂથના સભ્યો પણ એક્શનમાં આવી ગયા છે અને શિક્ષણમંત્રી સુધી ફરિયાદો કરવા માટેનો તખ્તો તૈયાર કરી દીધો છે.

સત્તાધારી જૂથ દ્વારા મિટિંગ બોલાવાઈ હતી, જેમાં આગામી સમયમાં શિક્ષણમંત્રીને જે સિન્ડિકેટ-સેનેટ સભ્યો દ્વારા ભરતી કૌભાંડનો મુદ્દો ઉછાળવામાં આવ્યો છે તેની વિરુદ્ધમાં રજૂઆતો કરવા માટેની તૈયારી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. સિન્ડિકેટ સભ્યોએ માગેલી ભરતીની વિગતો યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા અપાઈ નથી. જેના પગલે વિવાદ વધુ વકર્યો છે

અન્ય સમાચારો પણ છે...