ભાસ્કર એક્સક્લુઝિવ:હવે ઈલેક્શન વોર્ડ એ જ વહીવટી વોર્ડ, 7 નવી વૉર્ડ ઓફિસ ઊભી થશે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડો.જયેશ શાહ, રિસર્ચ સ્કોલર, સીસીડી, સુધીર પટેલ,ડે.મ્યુ.કમિ. પાલિકા - Divya Bhaskar
ડો.જયેશ શાહ, રિસર્ચ સ્કોલર, સીસીડી, સુધીર પટેલ,ડે.મ્યુ.કમિ. પાલિકા
  • પાલિકાના 19 ઇલેક્શન વૉર્ડ માટેનો તખ્તો તૈયાર
  • વહીવટી અને ઇલેક્શન વોર્ડ વચ્ચે અટવાતા નાગરિકોને સરળતા રહેશે

પાલિકાના 12 વહીવટી વોર્ડનો ઇલેક્શન વોર્ડ મુજબ તખ્તો કરવાનો તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં હાલના ચાર ઝોન જ યથાવત્ રાખવાની ભલામણ કરવામાં આવી છે. જેના કારણે ઇલેક્શન વૉર્ડ મુજબ વહીવટી વોર્ડનું માળખું રહેશે. 12 વહીવટી વૉર્ડ અને 19 ઇલેક્શન વૉર્ડ પૈકી કેટલાક વૉર્ડ એવા છે કે જેને બેથી ત્રણ ઇલેક્શન વોર્ડની સરહદ લાગતી હોય છે અને તેના કારણે વહીવટી પ્રશ્નો પણ ઉકેલવામાં વિલંબ થાય છે.

22 લાખની જનસંખ્યા ધરાવતા શહેરમાં પાણી, ડ્રેનેજ, સફાઈ સહિતની બાબતો માટે નાગરિકોને વૉર્ડ કચેરીમાં જવું પડતું હોય છે પણ ઘણી વખત નાગરિકો વહીવટી વોર્ડ અને ઇલેક્શન વચ્ચે ગડમથલમાં અટવાઇ જતાં હોય છે. પાલિકાના ચાર ઝોન છે અને હાલના 12 વહીવટી વૉર્ડ પૈકી 3 વૉર્ડ એવા છે કે જેના માટે એક જ ઇલેક્શન વૉર્ડની સીમા લાગે છે પણ તેના વૉર્ડ નંબર જુદા જુદા છે.

આ સંજોગોમાં શહેરીજનોને કામગીરીમાં સરળતા રહે તે માટે પ્રથમ વખત ઇલેક્શન વોર્ડ મુજબ વહીવટી માળખું તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો અને તેની જાહેરાત પણ મેયર કેયુર રોકડિયા દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રીની હાજરીમાં કરાઈ હતી.

પાલિકા દ્વારા સૂચિત વહીવટી માળખું તૈયાર કરાયું છે અને તેમાં વિસ્તારની દ્રષ્ટિએ 25.99 ચો. કિમીનો ઘેરાવો ધરાવતો ઇલેક્શન વૉર્ડ 10 હવે વહીવટી વોર્ડ 10 રહેશે તો વસ્તીની દ્રષ્ટિએ 1,00,781ની જનસંખ્યા ધરાવતો ઇલેક્શન વૉર્ડ ન.8 હવે વહીવટી વૉર્ડ ન.8 તરીકે ઓળખ ધરાવશે. ઇલેક્શન વૉર્ડ મુજબ 19 વહીવટી વૉર્ડ કરવામાં આવનાર હોવાથી વધુ સાત વૉર્ડ ક્યાં બનાવવા તે દિશામાં કવાયત આદરી છે.

કામગીરીનું વિકેન્દ્રીકરણથી સરળતા થશે
ઇલેક્શન વોર્ડ મુજબ વહીવટી વોર્ડ હોવાથી નાગરિકો પોતાના વિસ્તારના પ્રશ્નો માટે પોતાના વિસ્તારની કચેરીમાં જઇ શકશે અને કામગીરીનું વિકેન્દ્રીકરણ થવાથી અધિકારીઓ પણ સરળતાથી કામ એ સમજી શકશે અને નાગરિકોના પ્રશ્નનો ઉકેલ આવી શકશે. બીજું ભવિષ્યમાં પણ સીમાંકન મુજબ વહીવટી વોર્ડની રચના થવી જોઈએ અને તે મુજબ પુનર્રચના થાય તો નાગરિકોને ફાયદો થશે અને વહીવટમાં પણ સુગમતા જળવાઈ રહેશે. - ડો.જયેશ શાહ, રિસર્ચ સ્કોલર, સીસીડી

હવે આ બાબતની મંજૂરી માટે દરખાસ્ત કરાશે
હાલમાં ચાર ઝોન મુજબ જ 19 ઇલેક્શન વોર્ડની રચના કરવામાં આવી છે અને તેના માટે મંજૂરી માગતી દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને તેમાં કયા વોર્ડમાં કેટલો વિસ્તાર અને કેટલી વસ્તી છે તેનો ઉલ્લેખ કરવામાં આવશે અને તેના આધારે નવા સાત વોર્ડ અમલમાં મૂકવામાં આવશે.- સુધીર પટેલ,ડે.મ્યુ.કમિ. પાલિકા

હાલ વહીવટી અને ઈલેકશન વોર્ડનું માળખું

ઝોનવહીવટીઇલેક્શન
ઉત્તર513,14
ઉત્તર71,2
ઉત્તર83,7
પૂર્વ114
પૂર્વ24,6
પૂર્વ95,6
દક્ષિણ315,16
દક્ષિણ417,18
દક્ષિણ1219
પશ્ચિમ611,12
પશ્ચિમ108,9,11
પશ્ચિમ1110

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...