તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:હવે બમણી રફતાર, એક જ દિવસમાં 13038ને વેક્સિન

વડોદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ દિવસે 45થી 60 વર્ષના 5,988 લોકોને રસી મૂકાઇ
 • CMની સૂચના બાદ સેન્ટરની સંખ્યા વધારીને 148 કરાઇ

કોરોના સામેની જંગના મુદ્દે મુખ્યમંત્રીની સૂચના બાદ વડોદરામાં બમણું વેક્સિનેશન કરાયું હતું. આ અંતર્ગત હજી સુધી જે રસીકરણ સામાન્યત: 6000ની આસપાસ થતું હતું તે વધીને લગભગ બમણુ થયું હતું. ગુરુવારે 13,038ને રસી મૂકાઇ હતી. જેમાં સૌથી વધુ 45થી 60 વર્ષના 5,988 લોકોને રસી અપાઇ હતી. જ્યારે 2,439 ફ્રન્ટલાઇન વર્કરે પહેલો ડોઝ લીધો હતો. જ્યારે હેલ્થ કેર વર્કર 250, 60 વર્ષ કે તેથી વધુ વયના 3232 લોકોએ પહેલો ડોઝ લીધો હતો.

45થી 60 વર્ષની અને 60 વર્ષના વય જૂથમાં અનુક્રમે 123 અને 938 લોકોએ બીજા ડોઝની કોરોના વેક્સિન લીધી હતી. વેક્સિન માટેના સેશન સાઇટની સંખ્યા વધારીને 148 કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં 9,43,906 લોકોને રસી આપવાની છે, 16મી જાન્યુઆરીથી અત્યાર સુધી 2,07,661 લોકોને જ અપાઇ છે. હાલમાં રસીકરણની ટકાવારી 22% પર પહોંચી છે. ગુરુવારે વીસીસીઆઇ ખાતે રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ એમ.ડી. પટેલ અને ઉપપ્રમુખ હિમાંશુ પટેલ સહિત 220 લોકોએ વેક્સિન લીધી હતી.

મેન્ટલ હોસ્પિટલની સેશન સાઇટ ખાતે રસી ખૂટી પડી
રસીકરણની ઝડપ બમણી કરવાના આશયથી એક તરફ રસીકરણ માટેના કેન્દ્રો વધારવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ કારેલીબાગની મેન્ટલ હોસ્પિટલના સેશન સાઇટ ખાતે રસીનો જથ્થો ખૂટી પડતાં એક કલાક સુધી અટવાયેલા લોકો રોષે ભરાયા હતા. રસી લેવા આવનાર લોકોને એક કલાક સુધી બિનજરૂરી રાહ જોવી પડી હતી. લગભગ 11.30 વાગ્યાના સુમારે બનેલા આ બનાવમાં રસીકરણની કામગીરી એકાએક ઠપ થઇ ગઇ હતી. તેથી લોકોએ તપાસ કરતા જાણવા મળ્યું કે રસીનો જથ્થો ખૂટી પડ્યો છે.

આ માહિતી લાઇનમાં ઊભા રહેલા લોકોમાં ફેલાતા જ રસી માટે લાઇનમાં ઊભા રહેલા લોકોએ બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. આ અંગે સ્થાનિક સુપરવાઇઝરે લોકો ધારણા કરતા વધુ આવ્યા હોવાનો બચાવ કર્યો હતો. જોકે રસીઓ મંગાવી લેવાતા રાબેતા મુજબ રસીકરણ થયું હતું. આ અંગે વીએમસીના ઉચ્ચ અધિકારીને પૂછતા તેમણે આ અંગે કશુ ન જાણતા હોવાનું જણાવ્યું હતું. અન્ય સેન્ટરો પર રાબેતા મુજબ કામગીરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો