તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂષિત પાણીની ઇફેક્ટ:હવે કોલેરાએ માથું ઊંચક્યું, છેલ્લા એક અઠવાડિયામાં જ ઝાડા-ઊલટીના 50 કેસ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાણી ગંદું આવતું હોવાનો લેબોરેટરીનો રિપોર્ટ

કોરોનાનો કહેર હજુ માંડ માંડ ધીમો પડયો છે ત્યાં શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે અને એક અઠવાડિયામાં જ પાણીજન્ય રોગચાળાના 50 વધુ કેસ હોવાનું સપાટી પર આવ્યું છે.

નાગરવાડામાં દૂષિત પાણીથી 3 મહિલાનાં મોત થયાંના આક્ષેપ બાદ અન્ય વિસ્તારોમાં કોલેરાએ માથું ઊંચક્યું છે. કોરોના વચ્ચે કોલેરાએ માથું ઊંચકતાં પાલિકાનું તંત્ર વિમાસણમાં મુકાયું છે. ખાસ કરીને યાકુતપુરા, માંડવી, નવાપુરા, શિયાબાગ, નાગરવાડા, નવી ધરતી, આરવી દેસાઈ રોડ, બરાનપુરા, મરી માતાનો ખાંચો જેવા વિસ્તારમાં એક અઠવાડિયામાં કોલેરાના 50થી વધુ દર્દી હોવાનું ખૂલ્યું છે. આ વિસ્તારોમાં કોલેરા અને ઝાડા-ઊલટીના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે તે બાબતને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગે પાણી પુરવઠા વિભાગને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નમૂના લેવા જણાવ્યું હતું. જેના આધારે પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા પાણીના નમૂનાનું ટેસ્ટિંગ કરાતાં ગંદું પાણી આવતું હોવાનું સપાટી પર આવ્યું છે. આરોગ્ય વિભાગે પાણી પુરવઠા વિભાગને પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવા જણાવ્યું હતું અને તેની સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે સરવે હાથ ધર્યો હોવાની પણ વિગત પ્રકાશમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...