શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં પ્રથમ ડોઝ લેનાર ની સંખ્યા 92 ટકા ઉપરાંત પહોંચી છે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ગાંધીનગર બાદ વડોદરા શહેર રસીકરણ માં પોતાનું સ્થાન ધરાવે છે સેકન્ડ ડોઝ માટે બેકલોક ઘટાડવાના આશયથી છેલ્લા ત્રણ રવિવારથી રસીકરણ ચાલુ રખાય છે ત્યારે હવે મમતા દિવસની બુધવાર ની રજા પણ રદ કરી સેકન્ડ ડોઝ માટેનું સ્પેશિયલ વેક્સિનેશન કરવામાં આવશે.
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રવિવાર બાદ બુધવારે માત્ર સેકન્ડ માટેનું સ્પેશિયલ વેક્સિનેશન ચાલુ રાખવામાં આવ્યું છે મંગળવારે યોજાયેલા વેક્સિનેશન માં કુલ 9991 લોકોએ રસી મુકાવી હતી જે પૈકી માત્ર 3130 લોકોએ સેકન્ડ ડોઝ દીધો હતો. 18 વર્ષથી ઉપરના 4477 લોકોએ પ્રથમ ડોઞ અને 1537 લોકો એ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 45થી ઉપર ના 1783લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે 60 વર્ષથી ઉપરના પ્રથમ અને બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા સરખી 403 હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.