રાજ્ય સરકાર દ્વારા સ્લમ વિસ્તારમાં દર્દીઓને ઘર આંગણે પ્રાઇમરી મેડિસિન મળે તે માટે શરૂ કરેલા દિન દયાલ ક્લિનિક સફળ રહેતા વધુ સુવિધા સાથે 72 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ થશે. સરકારે 2500થી 3,000ની વસ્તીને આવરી લે તે રીતે દરેક અર્બન હેલ્થ સેન્ટરમાં આવતી ઝુપડપટ્ટીમાં દિન દયાલ ક્લિનિક એક વર્ષથી કાર્યરત કર્યા છે. જેનો આશય ગરીબોને સાંજે ખાનગી દવાખાનાઓમાં મોંઘી દવા લેવા જવું ન પડે તે છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે 31 સેન્ટર શરૂ કર્યા હતા. જે પૈકી 2-3 સિવાય તમામ સેન્ટર કાર્યરત જણાયા છે. જેમાં સાંજે 5થી 9 વાગ્યા સુધી ઓપીડી હોય છે.
કમાવા નહીં સેવા માટે મેં ભાડે મકાન રાખ્યું છે
મેં 4000 રૂપિયા ભાડે મકાન રાખ્યું છે. નિવૃત્ત છું, કમાવાનો નહીં સેવાનો આશય છે. - ડો. ચિંતું ઝાલા, માજલપુર
મોટાભાગે ઘરકામ કરતી બહેનો દવા લઇ જાય છે
ઘરકામ કરવા જતી બહેનો સાંજે દવા લેવા આવે છે. લારીવાળા, વૃદ્ધો મળી 30 ઓપીડી છે. - ડો.એકતા ભગત, કિશનવાડી
િદનદયાલ ક્લિનિકનું એડવાન્સ વર્ઝન
પ્રોસિજર ચાલુ છે, ટૂંક સમયમાં કાર્યરત કરાશે. દિન દયાલ ક્લિનિકનું એડવાન્સ વર્ઝન છે. સવાર અને સાંજ બે ટાઈમ ઓપીડીની સુવિધા અને પ્રાથમિક ટેસ્ટ પણ આવરી લેવાયા છે. અર્બન હેલ્થ સેન્ટર કરતાં પણ નજીક સારવાર મળશે. - ડો. દેવેશ પટેલ, મુખ આરોગ્ય અમલદાર
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આ સુવિધા
રાજ્યના તમામ શહેરોમાં યુપીએચસી દિઠ 2 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ થશે. 25,000ની વસ્તીએ 1 સેન્ટર શરૂ કરાશે. પાલિકાએ ડોક્ટરોની ભરતી શરૂ કરી છે. સેન્ટરમાં એક ડોક્ટર, એક મલ્ટીપલ હેલ્થ વર્કર, એક સર્વન્ટ, ગાર્ડ, લેબ ટેકનીશીયન સહિત 5 કર્મચારી હશે. ત્રણ રૂમમાં લેબમાં બ્લડ, સુગર, પ્રેગ્નન્સી ટેસ્ટ પણ થશે. તમામ ડોક્ટર એમ.બી.બી.એસ હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.