Corona Update LIVE Vadodara / મોગલવાડામાં આવેલી ગુલમીરશા મસ્જિદમાં નમાજ અદા કરવા ભેગા થયેલા લોકો સહિત મૌલવી સામે ગુનો નોંધાયો

Novel Coronavirus LIVE Update in Vadodara
ટ્રેક્ટરમાં શાકભાજીનું વેચાણ
ટ્રેક્ટરમાં શાકભાજીનું વેચાણ
મસ્જિદ બહાર નમાઝના પોસ્ટર લાગ્યા
મસ્જિદ બહાર નમાઝના પોસ્ટર લાગ્યા
સેનિટાઈઝ કરવાની કામગીરી
સેનિટાઈઝ કરવાની કામગીરી
સેનિટાઈઝ કરવાની કામગીરી
સેનિટાઈઝ કરવાની કામગીરી
X
Novel Coronavirus LIVE Update in Vadodara
ટ્રેક્ટરમાં શાકભાજીનું વેચાણટ્રેક્ટરમાં શાકભાજીનું વેચાણ
મસ્જિદ બહાર નમાઝના પોસ્ટર લાગ્યામસ્જિદ બહાર નમાઝના પોસ્ટર લાગ્યા
સેનિટાઈઝ કરવાની કામગીરીસેનિટાઈઝ કરવાની કામગીરી
સેનિટાઈઝ કરવાની કામગીરીસેનિટાઈઝ કરવાની કામગીરી

  • મોલ-વેપારીઓ જીવન જરૂરીયાતની વસ્તુઓની હોમ ડિલિવરીથી કરશે
  • સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સોસાયટીઓમાં જઇને શાકભાજીનું વેચાણ શરૂ
  • રિ-ટેસ્ટિંગમાં રિપોર્ટ નેગેટિવ આવશે તો તેમને રજા આપીને હોમ ક્વોરેન્ટાઈનમાં રખાશે

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 11:32 PM IST

વડોદરાઃ શહેરના મોગલવાડા વિસ્તારમાં આવેલી ગુલમીરશા મસ્જિદમાં સાંજે પાંચ વાગ્યાની નમાજ અદા કરવા 25-30 માણસો ભેગા થયા હતા. આ મામલે વાડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. પોલીસે મસ્જિદના મૌલવી સહિત 25-30 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરના મૌલવીઓ સહિત મસ્જિદના ટ્રસ્ટીઓને નમાજ પઢવા લોકોને ભેગા ન કરવા આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે આદેશભંગ કરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી.

8 લોકોનો કેસ પોઝિટિવ આવ્યાં

વડોદરા શહેરમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 47 લોકો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કોરોના પોઝિટિવ 7 દર્દીઓની સારવાર સયાજી હોસ્પિટલમાં થઇ રહી છે. જ્યારે એક દર્દીની સારવાર ગોત્રી જનરલ હોસ્પિટલમાં ચાલી રહી છે. વડોદરાના 8 કોરોના પોઝિટિવ કેસ પૈકી 2ના રિપોર્ટ નેગેટિવ, રિ-ટેસ્ટિંગ માટે મોકલાયા છે. રિ-ટેસ્ટિંગમાં રિપોર્ટ નેગેટિવ આવશે તો તેમને રજા આપીને હોમ ક્વોરેન્ટાઈનમાં રખાશે.

આઇસોલેશન વોર્ડમાં ડાયાલિસિસ મશીનની વ્યવસ્થા

શહેરની સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ડાયાલિસિસ મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે. સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં હાલ શંકાસ્પદ અને પોઝિટિવ કેસની સારવાર કરવામાં આવી રહી છે. કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર સાથે સંકલન કરી ડાયાલિસિસ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં હાલ પોઝિટિવ સગર્ભા સારવાર હેઠળ રાખવામાં આવી છે. આ મહિલાને ધ્યાને રાખી વોર્ડમાં જ લેબર રૂમ અને સલામત રીતે પ્રસૂતિ થઈ શકે તે માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સોસાયટીઓમાં જઇને શાકભાજીનું વેચાણ શરૂ

કોરોના વાઈરસના લોકડાઉનને પગલે એપીએમસી અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સોસાયટીઓમાં જઇને શાકભાજી વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જેને કારણે લોકોએ સોસાયટીની બહાર નીકળવુ નહીં પડે. ઉલ્લેખનિય છે કે, આજથી વડોદરાના તમામ મોટા શાકભાજી માર્કેટ બંધ કરી દેવામાં આવ્યા છે.

મુસ્લિમો જુમ્માની નમાઝ ઘરમાં અદા કરી

લોકડાઉનને પગલે આજે મુસ્લિમ બિરાદરો જુમ્માની નમાઝ ઘરમાં જ અદા કરી હતી. કોરોના વાઈરસની પરિસ્થિતિને પગલે મુસ્લિમ બિરાદરોએ મળીને મસ્જિદમાં નમાઝ નહીં પઢવાનો નિર્ણય કર્યો છે અને લોકોને ઘરમાં જ નમાઝ અદા કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત વડોદરાના મોલ અને કરિયાણાના વેપારીઓ દ્વારા જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની હોમ ડિલિવરી કરવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે.

200 સોસાયટીઓમાં સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી

વડોદરા શહેરમાં સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પહેલા દિવસે શહેરના 12 વહીવટી વોર્ડની 200 જેટલી સોસાયટીઓમાં સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 70 હજાર લિટર પાણી અને 12 હજાર લિટર કેમિકલ નાખીને સેનિટાઈઝની કામગીરી કરાઇ રહી છે. વડોદરા ફાયર બ્રિગેડ અને વડોદરા મહાનગરપાલિકાની ટીમો દ્વારા સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં શહેરની તમામ સોસાયટીઓમાં સેનિટાઈઝની કામગીરી કરવામાં આવશે.

શહેરામાં જાહેરનામાના ભંગ બદલ 4 લોકોની અટકાયત
પંચમહાલ જિલ્લાના શહેરામાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ઘરની બહાર ફરવા નીકળેલા 4 લોકોની પોલીસે જાહેરનામાનો ભંગના ગુનામાં અટકાયત કરી હતી અને 15 વાહનો ડિટેઇન કર્યાં હતા.

62 જેટલા મેડિકલ સ્ટોર્સની યાદી જાહેર કરી
વડોદરા જિલ્લા કલેક્ટરની સૂચનાથી તબીબી ભલામણ પ્રમાણેની દવાઓ જરૂરિયાતમંદ નાગરિકોને ઘેર બેઠા પહોંચાડી શકાય તે માટે વડોદરા શહેર અને જિલ્લાના 62 મેડિકલ સ્ટોર્સ સાથે સંકલન કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરળતા થી મળી રહે એ માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી વિવિધ જાહેરનામા જાહેર કરવામાં આવ્યા છે જેનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલિત અમલ કરવામાં આવી રહ્યો છે.
ઘરે બેઠા દવાઓ મળી શકશે
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે 26 માર્ચના રાજ્ય સરકારના જાહેરનામા અનુસંધાને જરૂરિયાતમંદ લોકોને જરૂરી દવા નિર્ધારિત ભાવે અને ડોકટરની ભલામણ પ્રમાણે લોકોને ઘેર બેઠા મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવા જિલ્લા પુરવઠા અધિકારીને આપી હતી. જેના અનુસંધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વડોદરાએ વડોદરા દવા વિક્રેતા મંડળ સાથે સંકલન કરીને વડોદરા શહેર અને જિલ્લાના 62 જેટલા મેડિકલ સ્ટોર્સની યાદી જાહેર કરી છે. તેમના વોટસઅપ નંબર ઉપર તબીબની ભલામણ ચિઠ્ઠી મોકલીને નિર્ધારિત ભાવે જરૂરી દવાઓ નાગરિકો મેળવી શકશે. જેનું લિસ્ટ નીચે પ્રમાણે છે.

મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ
મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ
મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ
મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ

મોલ અને વેપારીઓ દ્વારા જીવન જરૂરીયાતની વસ્તુઓની હોમ ડિલિવરી થશે
વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે લોકોને ફોન પર લખાવેલા ઓર્ડર પ્રમાણે ઘેર બેઠા જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે અને બહાર નીકળવાની આવશ્યકતા શક્ય તેટલી ઘટે તે માટે હોમ ડિલિવરીની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા મેગા મોલ અને મેગા સ્ટોર્સના સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેને હકારાત્મક અને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે અને હોમ ડિલિવરીની યોગ્ય વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. મોલ અને કરિયાણાના વેપારીઓની યાદી નીચે મુજબ છે.હોમ ડિલિવરી આપનારા મોલ્સ અને વેપારીઓની યાદી

હોમ ડિલિવરી આપનારા મોલ અને કરિયાણાના વેપારીઓની યાદી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી