કુખ્યાત ડ્રગ ડીલર ઝડપ્યો:કુખ્યાત ડ્રગ ડીલર સોનુ સરદાર 4.31 લાખના હેરોઇન સાથે ઝબ્બે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્લાય માટે સોનુએ 2 યુવતીઓ રાખી હતી, વૈભવી કારમાં સપ્લાય કરતો હતો
  • અગાઉ 2 વખત પોલીસે દરોડો પાડતાં ડ્રગ્સ મળ્યુંન હતું

અગાઉ પોલીસના હાથમાંથી બે વાર છટકી ગયેલા શહેરના સૌથી મોટા ડ્રગ ડીલર સોનું સરદારને એસઓજીએ ઝડપ્યો છે. ફતેગંજ ખાતે સામ્રાજ્ય ફ્લેટ્સના રિદ્ધિ ટાવરમાં રહેતો અમરીકસીંગ ઉર્ફે સોનું સરદાર મલ્હી ડ્રગનો ધંધો કરતો હોવાની બાતમીને આધારે ટીમે દરોડો પાડતા તેના ઘરમાંથી ~4.31 લાખનું 86.2 ગ્રામ હેરોઇન મળ્યું હતું.સોનુંએ ત્રણ વર્ષથી ડ્રગના ધંધા સાથે સંકળાયેલો હોવાનું કબૂલી સચદેવ ખાલસા મદદ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે અમરિક સિંગ ઉર્ફે સોનું સરદાર સામે ફતેગંજ પોલીસ મથકમાં એનડીપીએસ એકટના ગુના દાખલ કર્યા છે.

દરોડો પડે તો ડ્રગ્સ ટોયલેટમાં ફ્લશ કરીને વહાવી દેતો હતો

વડોદરા | સોનું સરદાર અંગે એસઓજીને લાંબા સમયથી બાતમી હતી. પરંતુ સોનુ હાથમાં આવતો ન હતો. પોલીસને બે વાર તેના ઘરેથી ડ્રગ મળ્યું ન હતું. સોનુએ ડ્રગ સપ્લાય કરવા 2 યુવતીઓ રાખી હતી. તે મોબાઈલ ઉપર સોશિયલ મીડિયાથી જ ડ્રગનો ઓર્ડર લેતો હતો અને ઓળખીતા હોય એવા બંધાણીને દર વખતે જુદા સ્થળે બોલાવી યુવતીઓ દ્વારા ડ્રગ મોકલતો હતો. તે રાધનપૂર હાઇવે પરના ધાબા પરથી ચાર વૈભવી કારોમાં ડ્રગ લાવતો હતો. તે ઘરના વોશરૂમમાં જથ્થો સંતાડી રાખતો. તેણે ઘરની આસપાસ સીસીટીવી લગાવ્યા હતા અને બારણું ખખડાવનાર શંકાસ્પદ લાગે તો સંડાસમાં ડ્રગ્સને ફલશ કરી દેતો હતો.

અન્ય સમાચારો પણ છે...