તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર લાચાર:મચ્છરોનાં ઉત્પત્તિ સ્થાન મળતાં 41 સાઇટ અને 3 સ્કૂલને નોટિસ, ડેન્ગ્યૂના 35, ચિકનગુનિયાના 25 નવા કેસ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મચ્છર અને પાણીજન્ય રોગચાળા સામે તંત્ર લાચાર સાબિત થઇ રહ્યું છે. શુક્રવારે ડેન્ગ્યુના 35 કેસ આવ્યા હતા, જેના પગલે ડેન્ગ્યુનો કુલ આંક 659 થયો છે. જ્યારે ચિકનગુનિયાના 25 કેસ આવતાં કુલ આંક 385 થયો છે. બીજી તરફ કમળાના 3 અને ટાઈફોઇડનો 1 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. પાલિકાની ટીમોએ ચેકિંગ કરી 41 સાઇટ અને 3 સ્કૂલને નોટિસ ફટકારી છે.

શહેરમાં શુક્રવારે તાવના 672 અને ઝાડા-ઊલટીના 127 કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સાથે શુક્રવારે ટાઇફોઇડના રામદેવનગર વિસ્તારમાં 3 કેસ આવ્યા છે. જ્યારે કારેલીબાગમાં કમળાનો 1 કેસ નોંધાયો છે. પાલિકાની ટીમોએ કરેલા સરવેમાં એક દિવસમાં તાવના 482 કેસ આવતાં લોહીના નમૂના લેવાયા છે. મચ્છરજન્ય રોગચાળાની સાથે પાણીજન્ય રોગોએ પણ આરોગ્ય વિભાગને દોડતો કર્યાે છે.

પાલિકાની ટીમોએ કરેલા સરવેમાં એક જ દિવસમાં ઝાડા-ઊલટીના 127 કેસ અનેતાવના 190 કેસ સામે આવ્યા છે. સાથે સાથે ટાઇફોઇડના 3 અને કમળાનો 1 કેસ નોંધાયા છે.શહેરમાં વકરી રહેલા મચ્છરજન્ય રોગચાળા સામે શુક્રવારે પાલિકાની 195 ટીમોએ 25,962 ઘરોની તપાસ કરી હતી. મચ્છરનાં ઉત્પત્તિ સ્થાનો શોધવા માટે 71 કન્સ્ટ્રક્શન સાઈટ અને 9 જેટલી હોસ્ટેલ તેમજ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 41 કન્સ્ટ્રક્શન સાઈટ અને 3 હોસ્ટેલ-સ્કૂલને નોટિસ ફટકરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...