તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:સેનેટમાં ટ્રેડ યુનિયન બેઠક માટે યુનિયન રજિસ્ટર્ડ છે કે નહીં તે ખરાઈ કરવા નોટિસ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • MSU સેનેટમાં યુનિયનની સીટની પ્રક્રિયા ગેરબંધારણીય હોવાના આક્ષેપ
  • વાર્ષિક રિપોર્ટ રજૂ ન કરતા યુનિયનો વોટિંગ કરતાં હોવાના આક્ષેપો

એમ.એસ. યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ટ્રેડ યુનિયનની બેઠક માટે યુનિયન રજિસ્ટર્ડ છે કે નહિ તેની ખરાઇ કરવા માટે યુનિવર્સિટીને લીગલ નોટીસ પાઠવવામાં આવી છે. યુનિયનની પ્રવૃત્તિ કરતા ના હોય તથા વાર્ષિક એહવાલ પણ રજૂ કરતા ના હોય તેવા યુનિયનો વોટીંગ કરતાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંયુકત ટ્રેડ યુનિયનના મહામંત્રી અને ધારાશાસ્ત્રી નઇમ શેખે તેમના અસીલ મહેશ સોલંકી વતી એમ.એસ. યુનિવર્સિટીને સેનેટની ચૂંટણીમાં યુનિયનની સીટની પ્રક્રિયા ગેરબંધારણીય હોવાનું જણાવીને નોટીસ પાઠવી છે.

આ અંગે ધારાશાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા ગુપ્ત મતદાન થકી થવી જોઇએ જોકે સમગ્ર પ્રક્રિયા ગુપ્તતા જાળવ્યા વિના ફકત લેટર હેડ મંગાવીને વોટો મેળવી ને નક્કી કરવામાં આવે છે. લેટર હેડ સાચા છે કે ખોટા તેની કોઇ ખરાઇ કરાતી નથી. કેટલાક યુનિયનો કાર્યરત નથી તેમના નામ સરનામા ખોટા છે સભ્ય સંખ્યા ધરાવતા નથી જેથી ચકાસણી જરૂરી છે. તટસ્થતાથી તપાસ થાય તો કેટલાક યુનિયનો ખોટી રીતે નોંધાયેલા હોવાનું અને અસ્તિત્વ ના હોવાનું જણાઇ આવે છે.

આવા યુનિયનો વાર્ષિક અહેવાલો પણ દર વર્ષે મોકલતા નથી. યુનિયનો દ્વારા દર વર્ષે વાર્ષિક અહેવાલ ઓડિટ રિપોર્ટ,સભ્ય સંખ્યા, કારોબારી સભ્યોની સંખ્યા, કારોબારી સભ્યોની યાદી ચૂંટણી પ્રક્રિયા સહીતની યાદી રજૂ કરવી પડે છે પરંતુ કેટલાક યુનિયનો દ્વારા આવી પ્રક્રિયા કરવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...