તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:648 નોન કોવડિ હોસ્પિટલને નકશા રજૂ કરવા માટે નોટિસ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • રાજ્ય સરકારની ટીમના ફાયર ઓડિટ બાદ પાલિકાની કાર્યવાહી
 • મંજૂર નકશા પ્રમાણેનું બાંધકામ નહીં હોય તો પગલાં ભરાશે

શહેરની 648 નોન કોવડ હોસ્પિટલ પાસે નકશા મગાયા છે. હોસ્પિટલના મંજૂર નકશા પ્રમાણે બાંધકામ નહીં હોય તો પગલાં ભરાશે. કોરોના દરમિયાન અમદાવાદ રાજકોટ અને વડોદરાની કોવડિ હોસ્પિટલમાં આગના બનાવો બન્યા હતા. અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓ જીવ ગુમાવ્યા હતા. જ્યારે વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં 15 દર્દીના જીવ બચાવાયા હતા. રાજ્ય સરકાર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલોમાં ફાયર સુવિધા માટે કમિટીની રચના કરી છે. કમિટીએ તાજેતરમાં શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઓડિટ કર્યું હતું.

બીજી તરફ પાલિકા દ્વારા પણ કોવડિ હોસ્પિટલ સહિત નોન કોવડિ હોસ્પિટલોની ચકાસણી હાથ ધરી છે. શહેરની 648 નોન કોવડિ હોસ્પિટલોને ટાઉન પ્લાનિંગ વિભાગે નોટિસ આપીને તેમના નકશા માગ્યા છે. હોસ્પિટલોએ આ નકશા ટાઉન પ્લાનિંગ કે ફાયર બ્રિગેડમાં જમા કરાવવાના રહેશે. મંજૂર થયેલા નકશાના આધારે ફાયર બ્રિગેડ દ્વારા જે તે હોસ્પિટલનો સર્વે કરાશે. હોસ્પિટલની મંજૂરી માટે જે નકશા રજૂ કરાયા હશે અને હોસ્પિટલના બાંધકામમાં ફેરફાર જણાશે તો તાત્કાલિક હોસ્પિટલોને નોટિસ પાઠવાશે. ઉલ્લેખનીય છે કે ઘણા બાંધકામોમાં કોર્પોરેશન દ્વારા મંજૂર કરેલા નકશા કરતા ફેરફાર કરીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો અગાઉ પણ ઉઠી છે.

હોસ્પિટલની યાદી ફાયરબ્રિગેડને અપાઇ
ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણી કરવા કોર્પોરેશન દ્વારા કામગીરી કરાઈ રહી છે ત્યારે આરોગ્ય વિભાગે તેના ચોપડે નોંધાયેલી હોસ્પિટલોની યાદી ફાયર વિભાગને પણ આપી હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને નિયમોની પૂર્તતા કરવા માટે પણ જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો