તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ફાયર સેફ્ટી ન રાખતી પ્રેમદાસ જલારામ હોસ્પિટલને નોટિસ

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
શહેરની કેટલીક હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું મોકડ્રીલ કરાયું હતું. - Divya Bhaskar
શહેરની કેટલીક હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું મોકડ્રીલ કરાયું હતું.
 • ભરૂચનું પુનરાવર્તન અટકાવવા ફાયરબ્રિગેડ-પોલીસનું ચેકિંગ
 • 25 હોસ્પિટલને મોકડ્રીલ કરવા સૂચના અપાઇ

ભરૂચની કોરોના હોસ્પિટલમાં લાગેલી આગને પગલે 18 લોકોએ જીવ ગુમાવ્યા બાદ વડોદરા ફાયરબ્રિગેડ પણ ફાયર એનઓસી માટે કડક વલણ અપનાવી પોલીસ સાથે સંયુક્ત ચેકિંગ હાથ ધરતાદવાખાનાઓમાં હડકંપ મચ્યો છે. વારસિયા વિસ્તારની પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં ફાયર સેફટીના યોગ્ય સાધનો હોવાને પગલે નોટિસ અપાઇ હતી.આગામી સમયમાં ફાયર એન.ઓ.સી અંગે વારંવાર નોટિસ મળી હશે તે દવાખાનાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

મંગળવારે શહેરના પોલીસ મથકના સ્ટાફ સાથે અંદાજે 25 જેટલા હોસ્પિટલ માં મોકડ્રીલ યોજી જરૂરી સૂચનાઓ આપી હતી.1 વર્ષથી સતત તાકીદ અને નોટિસ આપવા છતાં 160 હોસ્પિટલો દ્વારા એન.ઓ.સી લેવામાં આવી નથી ત્યારે હવે આરોગ્યને ફાયરની સાથે પોલીસ વિભાગ પણ એક્શન માં આવ્યુ છે. ફાયર બ્રિગેડના ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે બુધવારે હોસ્પિટલોમાં મેગા સર્ચ ઓપરેશન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો