તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટિસ:ટ્રાફિક આઇલેન્ડ મુદ્દે પોલીસ કમિશનર,મ્યુ.કમિશનરને નોટિસ

વડોદરા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંગમ ચાર રસ્તા પાસે બનતાં ટ્રાફિક આઇલેન્ડથી અકસ્માતની ભીતિ
 • કારેલીબાગ પૂર્વ વિભાગ યુવક મંડળ દ્વારા નોટિસ અપાઈ

હરણી રોડ સંગમ ચાર રસ્તા ઉપર પીપીપી મોડેલથી પાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા ટ્રાફિક આઇલેન્ડે વિવાદ ઉભો કર્યો છે. આ સંબંધમાં કારેલીબાગ પૂર્વ વિભાગ યુવક મંડળ દ્વારા પાલિકા કમિ. અને પો.કમિ.ને નોટીસ આપવામાં આવી છે. સામાન્ય રીતે સ્પીડ બ્રેકર બનાવવા માટે પણ પાલિકા તરફથી ટ્રાફિક પોલીસની ભલામણ લેખિતમાં લેવામાં આવે છે અને તેના અભિપ્રાય વગર આ કામગીરી કરાતી નથી આ સંજોગોમાં સંગમ ચાર રસ્તા પાસે જ્યાં મધ્ય ભાગમાં એક મંદિર આવેલું છે ત્યારે આ મંદિરને બંને બાજુ બની રહેલા ટ્રાફિક આઈલેન્ડની કામગીરીથી ઊલટાનો રોડ નાનો થઈ ગયો છે

આ કામગીરી માટે રૂ 7.39 લાખનો ખર્ચો ખાનગી એજન્સી દ્વારા મંજુર કરવામાં આવ્યો છે અને તેનું કોઈપણ જાતનું ભારણ પાલિકાને તિજોરી પર આવ્યું નથી. હરણી પસંગમ ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ટ્રાફિક આઇલેન્ડ બનાવવામાં આવ્યો છે તેના માટે ટ્રાફિક પોલીસ વિભાગે કોઈ ખાસ અભિપ્રાય આપ્યો ન હતો. કારેલીબાગ પૂર્વ વિભાગ યુવક મંડળના સંયોજક જીગ્નેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, હરણી રોડ સંગમ ચાર રસ્તાના ભાગે જે ટ્રાયન્ગલ બનાવાયું છે તેની જાડાઈ, ઊંચાઈ, લંબાઈ, પહોળાઈથી રોડ રસ્તા પર ઉલટુ દબાણ થયું છે અને તેના કારણે હજારો વાહનો, રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો