શહેરના હરણી-સયાજીપુરા ડ્રાફ્ટ ટીપી સ્કીમ 45માં પાલિકા દ્વારા 30 મીટરના રોડને ખોલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાં 5 ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. જોકે 30 મીટરના રસ્તા રેષામાં એરપોર્ટ અને એરફોર્સની જમીન આવતી હોવાથી વિવાદ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, જે તે સમયે ખેડૂતોએ વાંધા સૂચનો રજૂ કરી પ્રતિબંધિત ઝોન મૂકી નવેસરથી નકશા તૈયાર કરવા માગ કરી હતી.
શહેરના હરણી સયાજીપુરા ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 45 માં ખોડિયાર નગર સફેદ વુડાના મકાનથી એરફોર્સ સુધી 30 મીટરના રસ્તાને ખુલ્લો કરવાની પાલિકાએ તજવીજ હાથ ધરી છે. વર્ષ 2012માં ટીપી સ્કીમ તૈયાર કરવામાં આવી હતી. વર્ષ 2017ના ઓગસ્ટ મહિનામાં ટીપી સ્કીમના મુસદ્દાને મંજૂરી આપવામાં આવી હતી.
જે તે સમયે ત્યાંના ખેડૂતો દ્વારા એરફોર્સની જમીન હોવાથી વાંધા-સૂચનો રજૂ કરવામાં આવ્યાં હતાં અને ત્યાં પ્રતિબંધિત ઝોન મૂકી નવેસરથી નકશા તૈયાર કરવા માગ કરવામાં આવી હતી. જોકે આ ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં પાલિકાના સંપાદન વિભાગે હવે 30 મીટર રસ્તો ખોલવાની તજવીજ હાથ ધરી છે. જેમાં સયાજીપુરા સફેદ વુડાના મકાનથી લઈને એરફોર્સની બાઉન્ડ્રી સુધી 800 મીટરના રોડને ખુલ્લો કરવા માટે નોટિસ આપવાની કામગીરી કરી હતી.
ગત સપ્તાહે સંપાદન વિભાગે 5 ખેડૂતોને રસ્તા ખોલવા માટેની આપી છે. જોકે આ રસ્તા રેષામાં એરફોર્સની જમીન પણ આવતી હોવાથી વિવાદ થયો છે. અગાઉ વાંધા સૂચનોમાં કહેવા છતાં રસ્તા રેષામાં એરફોર્સની જમીન આવતા ખેડૂતોમાં પણ રોષ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.