તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સંસ્કારનગર કૌભાંડમાં જમીન માલિકોને નોટિસ

વડોદરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2 જમીન માલિક પોલીસને જાણ કર્યા વગર જતા રહ્યા

વાઘોડિયા રોડ પર સંસ્કાર નગરની સ્કીમ મૂકી લોકો સાથે સવા બે કરોડની ઠગાઇ કરવાના કેસમાં પોલીસે 11 જમીન માલિકોની ભૂમિકાની તપાસ શરૂ કરી છે. પોલીસે એક જમીન માલિક અને એક કુલમુખત્યાર ધરાવતા વ્યક્તિને પૂછપરછ માટે એલસીબી ઓફિસમાં બોલાવ્યા બાદ બંને પોલીસને જાણ કર્યા વગર જ જતા રહ્યા હતા, જેથી પોલીસે બંનેને હાજર થવા નોટિસ આપી હતી.સંસ્કારનગર છેતરપિંડીના કેસમાં બિલ્ડરો સામે 40 લોકોએ ફરિયાદ કરી છે, જેથી પોલીસે મુખ્ય બિલ્ડર સંજય શાહને ઝડપી લીધો હતો.

પોલીસે સંસ્કાર નગરની સાઇટ પર જઇને પંચનામું પણ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં 11 જમીન માલિકોની સંડોવણી વિશે પણ તપાસ શરૂ કરાઇ છે. જેમાં એક જમીન માલિક કાળીદાસ લખુભાઇ પટેલ (કમલાપુરા) તથા જમીન માલિકના કુલમુખત્યાર ધરાવતા ડો.કમલેશ ગોવિંદભાઇ શાહ (વાઘોડિયા)ને આ મુદ્દે પૂછપરછ કરવા પોલીસે બોલાવ્યા હતા પણ બંને આવ્યા ન હતા. ત્યારબાદ બુધવારે બંને જણા એલસીબી પોલીસમાં પહોંચ્યા બાદ અચાનક જ બંને પોલીસને જાણ કર્યા વગર જ જતા રહ્યા હતા. જેથી પોલીસે બંનેને ફરીથી પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ આપી હતી. જમીન માલિકોની પૂછપરછમાં સ્ફોટક માહિતી બહાર આવી શકે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો