કામગીરી:અધ્યાપકોની ભરતીમાં અન્યાય અંગે પૂર્વ વીસી વ્યાસને નોટિસ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા કાર્યવાહી કરાઇ
  • યુનિવર્સિટી સત્તાધીશોને 30 દિવસમાં અહેવાલ સુપરત કરવા તાકીદ

ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા એમ એસ યુનિવર્સિટી માં અધ્યાપકોની થયેલ ભરતી પ્રક્રિયામાં પછાત વર્ગના ઉમેદવારો સાથે થયેલા અન્યાય અંગે વીસીને નોટિસ પાઠવવામાં આવી છે સેનેટ સભ્ય ડો સુનિલ કહાર દ્વારા ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં એમ એસ યુનિવર્સિટી માં અધ્યાપકોની થયેલ ભરતી પ્રક્રિયામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો ના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની વિવિધ પરિપત્રો તથા ભારત દેશના સંવિધાનમાંને નેવે મૂકીને ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો યેન કેન કપ્રકારનું કારણ બતાવી ખુબ મોટી સંખ્યામાં પસંદગી કરવામાં આવ્યા ન હતા એવી ફરિયાદ તત્કાલીન કુલપતિ પ્રોફેસર પરિમલ વ્યાસ સામે કરવા આવી હતી.

આ ફરિયાદના અનુસંધાનમાં સુનીલ કહાર ને ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા એક પત્ર પ્રાપ્ત થયો છે. આ પત્ર યુનિવર્સિટી સતાધિશોને પત્ર મળ્યાના 30 દિવસની અંદર રૂબરૂ અથવા ડિજિટલી અથવા કોઈપણ સંદેશા વ્યવહારના માધ્યમ દ્વારા યુનિવર્સિટી ને ફરિયાદ ના સંદર્ભમાં અહેવાલ સુપરત કરવાનો આદેશ આપ્યો છે.યુનિ.માં થયેલી ભરતીનો વિવાદ રાષ્ટ્રીય આયોગ સમક્ષ પહોંચ્યા બાદ પૂર્વ વીસીને નોટિસ અપાતા યુનિ. વર્તુળમાં અનેક ચર્ચાઓએ સ્થાન લીધુ છે.

અન્ય સમાચારો પણ છે...