તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેંક ઓફ ઇન્ડિયાનો કેસ:ભટનાગર બંધુને ‌રૂ909.69 લાખ વ્યાજ સાથે બેંકને ચૂકવવા નોટિસ; ડેબિટ રિકવરી ટ્રિબ્યૂનલની કાર્યવાહી

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમિત ભટનાગર, સુમિત ભટનાગરની ફાઇલ તસવીર - Divya Bhaskar
અમિત ભટનાગર, સુમિત ભટનાગરની ફાઇલ તસવીર
  • નાણાંની ચુકવણી કરવા માટે 15 દિવસનો સમય અપાયો

વડોદરાના ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિ.ના ભટનાગર બંધુઓ દ્વારા બેંકોના 2,654ના કથિત કૌભાંડ બહાર આવ્યા બાદ બેંક ઓફ ઇન્ડિયાના રૂ. 909.69 લાખ ભરપાઇ કરવા માટે અમદાવાદની ડેબિટ રિકવરી ટ્રિબ્યુનલ-2 દ્વારા ભટનાગર બંધુઓને નોટિસ આપવામાં આવી છે. આ કૌભાંડની એન્ફોર્મમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઇ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં સરકારી કર વિભાગો અને બેંકો દ્વારા બાકી નાણા વસૂલાતની કાર્યવાહી ચાલી રહી છે.

ડેબિટ રિકવરી ટ્રિબ્યુનલ-2 દ્વારા આ નોટિસ 10મી જૂનના રોજ જાહેર કરવામાં આવી હતી. આ નોટિસમાં ડાયમંડ ઇન્ફ્રાસ્ટ્રકચરને 15 દિવસમાં બેંક ઓફ ઇન્ડિયાના રૂ. 909,69,47,429ની રકમ ભરપાઇ કરવાનું જણાવાયું છે. આ ઉપરાંત 24 ડિસેમ્બર 2019 બાદનું આ રકમ પરનું વ્યાજ પણ જમા કરાવવાનું કહેવામાં આવ્યું છે. ડાયમંડ પાવર ઇન્ફ્રા લિ. વર્સિસ બેંક ઓફ ઇન્ડિયાના કેસમાં આ ડિમાન્ડ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. આ નોટિસમાં કંપનીના સંચાલકો અમિત સુરેશ ભટનાગર, સુમિત સુરેશ ભટનાગર અને સુરેશ એન ભટનાગરને બેંક ઓફ ઇન્ડિયાના નાણા ભરપાઇ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...