વિવાદ:‌BLOની કામગીરીમાં ના જનાર શિક્ષણ સમિતિના 34 આચાર્ય-શિક્ષકને નોટિસ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 સગર્ભા, 6નાં બાળકો 1 વર્ષથી નાનાં હોવા છતાં ઓર્ડર આપી દેવાયા
  • ડ્યૂટી હોવા​​​​​​​ છતાં 8 શિક્ષકોને ચકાસણી વગર જ ફરીથી ઓર્ડર અપાયા

નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકાને બીએલઓની કામગીરી સોંપવામાં આવી હતી. જે શિક્ષકો હાજર થયા ના હતા તેમને નોટીસ પાઠવવામાં આવી હતી. જેમાં 5 આચાર્યો તથા 36 જેટલા શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી હતી, જેના પગલે ભારે વિવાદ થયો છે.

જે શિક્ષકો બીએલઓની ડયુટીમાં હાજર ના રહ્યા તેવા શિક્ષકોને નોટીસ પાઠવવામાં આવી હતી. જેમાં 29 શિક્ષકોનો સમાવેશ થાય છે અને 5 જેટલા આચાર્યોનો પણ સમાવેશ થાય છે. મોટાભાગના તમામ શિક્ષકો શહેર-વાડી વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. નગર પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખે જણાવ્યું કે, જે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી હતી તેમાં 8 શિક્ષકો અત્યારે બીએલઓની કામગીરી કરી રહ્યા છે, તેમ છતાં તેમને ઓર્ડર કરી દેવામાં આવ્યા છે.

ચૂંટણી શાખા દ્વારા કોઇ પણ ક્રોસ વેરીફીકેશન કર્યા વગર જ આડેધડ ઓર્ડર કરાઇ રહ્યા છે. જેથી મંગળવારે પ્રાંત અધિકારીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે હાકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને આચાર્યનો ઓર્ડર નહિ કરીએ અને સ્કૂલ ઓફ એકસલન્સમાં સમાવિષ્ટ શાળાઓમાંથી 50 ટકા જેટલા જ શિક્ષકોને જ કામગીરી આવે તે બાબતનું ધ્યાન રાખવામાં આવશે. 6 જેટલા ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોને પણ બીએલઓની કામગીરીમાં નહિ હાજર થતાં તેમને નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

રોટેશન પ્રમાણે વારો ના આવતો હોય તેવા શિક્ષિકોને પણ ઓર્ડર આપવામાં આવ્યા
બીએલઓની કામગીરી માટે બે સર્ગભા શિક્ષિકાઓને ઓર્ડર કરવામાં આવ્યો હતો. જયારે 6 જેટલી શિક્ષિકાઓ એવી છે કે જેમના બાળકની ઉંમર 1 વર્ષ કરતાં ઓછી છે. અન્ય કેટલાક શિક્ષકોએ અગાઉ બીએલઓની કામગીરી કરી છે જેથી રોટેશન પ્રમાણે તેમનો વારો ના આવવો જોઇએ તેમ છતાં પણ તેમને કામગીરી સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...