કાર્યવાહી:મચ્છરોના પોરા મળતાં 12 સાઇટ-સ્કૂલને નોટિસ, ડેન્ગ્યૂના 48 અને ચિકનગુનિયાના વધુ 29 કેસ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 દિવસમાં તાવના 622 દર્દીઓ મળી અાવ્યા

મચ્છર અને પાણીજન્ય રોગચાળો બેકાબૂ બની રહ્યો છે. 2 દિવસમાં ડેન્ગ્યૂના 48 અને ચિકનગુનિયાના 29 કેસ નોંધાયા છે. 119 લોકોને ઝાડા-ઊલટી થયા હોવાનું સપાટી પર આવ્યું છે. તદુપરાંત 2 દિવસમાં 622 લોકોને તાવની ફરિયાદ હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે. જ્યારે મચ્છરોના પોરા મળતાં 12 સાઇટ-સ્કૂલોને નોટિસ અપાઈ હતી.2 દિવસમાં ડેન્ગ્યૂના લેવાયેલા 110 નમૂના પૈકી 48 કેસ આવ્યા છે. ચિકનગુનિયાના 92 નમૂનામાંથી 29 કેસ જણાયાં છે. પાલિકાની ટીમો દ્વારા 30,216 ઘરોમાં તપાસ કરાઈ હતી, જેમાંથી 11,544 ઘરમાં ફોગિંગ કરાયું હતું.

ટીમોએ સોમવારે 20,780 મકાનોનો સરવે કર્યો હતો, જેમાં 60ને ઝાડા-ઊલટી તેમજ 173ને તાવ હોવાનું નોંધાયું છે. શિયાબાગમાં ટાઇફોઇડનો એક કેસ આવ્યો છે. બીજી તરફ સયાજીની ઓપીડીમાં નોંધપાત્ર વધારો થયો છે. સોમવારે 504 નવા દર્દી વાઈરલ, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. જેમાં 13 કેસ ડેન્ગ્યૂના, જ્યારે ચિકનગુનિયાના 9 કેસ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...