કોર્પોરેશનના આરોગ્ય વિભાગની 264 ટીમે મંગળવારે શહેરના 483 વિસ્તારમાં સરવે હાથ ધર્યો હતો. જેમાં 58,37 ઘરની ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે 16,311 મકાનમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મચ્છરજન્ય રોગચાળાની નાબૂદી માટે 58 કન્સ્ટ્રક્શન સાઇટની ચકાસણી કરી 12 સાઇટમાં મચ્છરના પોરા જણાતા તેને નોટિસ ફટકારવામાં આવી હતી. આ સાથે જ કોર્પોરેશનના સર્વેમાં 10 જગ્યાએ પાણીમાં નેગેટિવ ફ્લોરિન હોવાનું જણાયુ હતું.
શહેરમાં મચ્છરજન્ય રોગચાળો નાબુદ કરવાની કામગીરી વચ્ચે પાણીજન્ય રોગચાળ વકરી રહ્યો છે. શહેરમાં પાણીના સેમ્પલોની ચકાસણી કરવામાં આવતાં કોર્પોરેશનને દસ સેમ્પલમાં ક્લોરીન ન હોવાનું મળી અાવ્યું હતું. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સાથે સ્વાઇન ફ્લુના વધુ 3 દર્દી પોઝીટીવ આવતાં તેની સંખ્યાં 116 થઇ છે.
શહેરના તમામ વિસ્તારમાં સ્વાઇ ફ્લુના દર્દીઓ મળી રહ્યાં હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. બીજી તરફ સ્વાઈન ફ્લુના ટેસ્ટ વધારવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. શહેરમાં આજે રોગચાળાના જે આંકડા નોંધાયા છે તેમાં તાવના 922, ઝાડાના 88, ડેન્ગ્યુના 2,કોલેરાના 2 અને સ્વાઈન ફ્લૂ 3 દર્દીઓ નોંધાયા હોવાનું કોર્પોરેશનના તંત્ર દ્વારા જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.