આરોગ્ય વિભાગની કામગીરી:કન્સ્ટ્રક્શનની 15 સાઇટો ઉપર મચ્છરના પોરા મળતાં નોટિસ

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગે શહેરના 1365 લોકોના મલેરિયાના ટેસ્ટ કર્યા
  • શહેરના​​​​​​​ 461 વિસ્તારના14 હજારથી વધુ મકાનમાં ફોગિંગ કરાયું

શહેરમાં રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બુધવારે આરોગ્ય વિભાગને 40 કન્સ્ટ્રક્શન સાઇટની ચકાસણી દરમિયાન 15 જગ્યાએ મચ્છરના પોરા મળતા તેમને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે શહેરમાં મેલેરિયાના જણાતા 1,365 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલા સર્વેમાં 252 ટિમ બનાવી 461 વિસ્તારોમાં 56,674 ઘરનો સર્વે કરી 14,848 મકાનમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. સર્વે દરમિયાન શહેરના બાપોદ, પાણીગેટ, અકોટા, માંજલપુર જેવા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના દર્દીઓ મળી આવ્યા હતા.

જ્યારે આદર્શ નગર, તરસાલી, વડસરમાંથી ચિકનગુનિયાના તેમજ નવી ધરતીમાંથી કોલેરાના દર્દી મળ્યા હતા. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો ઘટાડવા લોકોને પત્રિકાનું વિતરણ કરી જાગૃત કરવામાં આવી રહ્યા છે.

પાણીજન્ય રોગચાળા માટે ક્લોરીનની ટિકડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં વ્યાપ વધારી રહેલા સ્વાઈન ફ્લુના વધુ 4 દર્દીઓ બુધવારે નોંધાતા કુલ આંકડો 120 ઉપર પહોંચ્યો હતો. ઉલ્લેખનિય છે કે સમગ્ર રાજ્યમાં ત્રીજા વર્ષે સ્વાઈન ફ્લૂ ફરી એક વખત વકરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...