વિરોધ:વિવિધ માગણીઓ ન સંતોષાતાં વીજ કર્મીઓની આંદોલનની નોટિસ; 21મીએ સૂત્રોચ્ચાર કરશે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

એમજીવીસીએલ અને વીજ કંપની લિ.માં કર્મચારીઓ-સંઘના સભ્યોના લાંબા સમયથી પડતર મુદાઓ પરત્વે વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘએ આંદોલનની નોટિસ આપી છે, જેના સંબંધમાં 21મી જૂનના રોજ રેસકોર્સ ઓફિસ ખાતે લંચના સમયે સૂત્રોચ્ચાર કરવામાં આવશે,જેમાં 50 જેટલા આગેવાનો જોડાશે.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી ગિરીશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ‘વીજ કંપની લિ. ફિલ્ડ ઓફિસો ખાતે ફરજ બજાવતાં કર્મચારીઓ-સંઘના સભ્યોના મહત્વના લાંબા સમયથી પડતર મુદાઓ પરત્વે અનેક લેખિત અને મોખિક રજૂઆતાે અલગ-અલગ વિષયો પર કરવામાં આવી હતી.પરંતુ આજ દિન સુધી એક પણ મુદાનું નિરાકરણ આવેલું નથી નોટિસ રૂપે એમજીવીસીએલના મેનેજિંગ ડિરેકટરને રજૂઆત કરવામાં આવી છે. આ આંદોલનના ભાગરૂપે 21મી જૂનના રોજ વીજ કંપની રેસકોર્સ સર્કલ ખાતે લંચ દરમિયાન વીજ કંપનીના યુનિયન આગેવાનો દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...