તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગામી 21મી ફેબ્રુઆરીએ શહેરમાં સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માટેનું મતદાન છે. પણ આ ચુંટણીમાં પહેલીવાર જે યુવાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેઓ સૌથી વધુ ઉત્સાહિત છે. આ નવા યુવા વોટર્સ તેમના અધિકાર માટે વધુ જાગૃત છે. જ્યારે મંગળવારે ‘સિટી ભાસ્કરે’ આવા કેટલાક યુવા વોટર્સ સાથે વાત કરીને તેમની પસંદ-ના પસંદ વિશે જાણવાનો પ્રયાસ કર્યો તો તેમણે પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કર્યા અને કહ્યું કે, પાણી-રસ્તાના વચનો આપીને ફરી જાય તેવા નેતાઓ અમને જોઇએ જ નહીં. જ્યારે કેટલાક યુવાનોએ તો એટલે સુધી કહી દીધું ક અમારા વિસ્તારના રસ્તા એટલા ભંગાર હાલતમાં છે કે, હું સ્માર્ટસિટીનો સિટીઝન છું એવું લાગતું નથી. પાંચ વર્ષના સમયમાં પણ સમસ્યાનો ઉકેલ નેેતાઓ લાવી શકતા નથી.
રોડની ખરાબ હાલતને કારણે સ્માર્ટ સિટીનો સિટીઝન છું તેમ લાગતુ નથી
હું અકોટા વિસ્તારનો રહેવાસી છું. છેલ્લા ત્રણ વર્ષથી એકોટાથી અલકાપુરી વિસ્તારનો રોડની ખરાબ હાલત છે. 1 વર્ષ પહેલા મે નવી લીધેલી 2 વ્હીલરની ખરાબ હાલત થઇ ગઇ. આ રસ્તાને ટાળવા ગલીને રસ્તે જવાનુ પસંદ કરે છે તેથી રેસિડેન્શિયલ વિસ્તારમાં પણ ટ્રાફિક જામ થઇ જાય છે. 5 વર્ષના ટર્મમાં નેતાઓ આ સમસ્યા પણ સુધારી શકતા નથી. હું સ્માર્ટ સિટીનો સિટિઝન છંુ તેવંુ લાગતું જ નથી. - કુનાલ ઠાકુર, ડાન્સર, કોરિયોગ્રાફર
પ્લાનિંગથી કામ નથી થતુ, તકલીફ થાય છે
ફિલિપાઇન્સમાં વેસ્ટ મેનેજમેન્ટ માટે સરકારની પોલિસી છે. જે વ્યક્તિ જેટલો કચરો ભેગો કરીશે તેને તે પ્રમાણમાં ઇન્ટરનેટ ફ્રી અપાશે. આવા ઇનોવેટિવ આઇ્ડિયા અહિયાની સરકાર પાસે નથી. હું ગોત્રી વાસણા રોડનો રહેવાસી છું. વીએમસી ડ્રેનેજ, રોડ અને બ્રિજના પ્રોજેક્ટ પર કામ કરે છે. પ્લાનિંગના અભાવે રોડ બનાવ્યા પછી ડ્રેનેજનું કામ થાય છે.- નિશાંત દેસાઇ, સોશિયલ વર્કર
શ્રેષ્ઠ પાર્ટી નહી, શ્રેષ્ઠ ઉમેદવારને વોટ આપીશ
હું સુભાનપુરાનો વિસ્તારનો રહેવાસી છું. ચુટણી સમયે પાર્ટીના નેતાઓ સારા રોડ પાણી આપવાના વચન આપી જીતે છે. સ્માર્ટસિટીના જમાનામાં અન્ય સુવિધાઓ પર ધ્યાન દોરવું જોઇએ. સુભાનપુરામાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે સુવિધા નથી તેથી સમા, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જવુ પડે છે. હું શ્રેષ્ઠ પાર્ટી નહી, શ્રેષ્ઠ ઉમેદવારને વોટ આપીશ. - સજ્જન સિંઘ, વિદ્યાર્થી
સાઇક્લિંગ માટે ટ્રેકની વ્યવસ્થા થાય તેવી અપેક્ષા
રોડ, ડ્રેનેજ સિસ્ટમ, બ્રિજ ક્ન્સ્ટ્રક્શન ને કારણે ટ્રાફીકની સમસ્યાઓનો સામનો નિયમિત કરવો પડે છે. પ્રાથમિક સમસ્યાઓનો ઉકેલ કોર્પોરેશન લાવી શકી નથી. સાથે વર્તમાન સમયમાં સાઇક્લિંગનો ટ્રેન્ડ વધ્યો છે. વડોદરાના પર્યાવરણ પ્રેમીઓએ સાઇકલનો ઉપયોગ કરે છે જેના માટે સાઇક્લિંગ ટ્રેકની વ્યવસ્થા નથી. સુવિધા પણ પૂરી થાય તેવી અપેક્ષા છે. -કલરવ જોશી, વિદ્યાર્થી
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.