તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના પોઝિટિવ:લોકોની લાઈફ સ્ટાઈલ જ નહીં વિચાર શૈલી અને નિયમો પણ બદલાયા

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના વિનર્સ, તબીબો, સાઇકોલોજિસ્ટે કબૂલ્યું કે, લોકોએ ઇમ્યૂનિટી વધારવા ભરપૂર પ્રયાસ કર્યા

કોરોના મહામારીને 8 મહિના કરતા વધુ સમય થયો છે.તેણે આપણા સૌના જીવનના ઘણા પાસાઓ પર અસર કરી છે. કોરોનાને હંફાવ્યા બાદ લોકોએ પોતાના વ્યસનો છોડ્યા છે. વહેલા ઉઠવાનો નિયમ સાથે નવી આરોગ્યસભર જીવનશૈલી યથાવત્ રાખવાનો નિર્ધાર કર્યો છે. એટલું જ નહીં મોટાભાગના લોકોએ કબુલ્યું છે કે, કોરોનાકાળમાં પરિવારને વધુ મહત્વ આપતા થયા છે. દિવ્ય ભાસ્કરે આવા કેટલાક કોરોના વિનર્સ, તબીબો અને સાઇકોલોજિસ્ટ સાથે વાત કરી તો તેમણે પણ કબુલ્યું કે, લોકોની લાઇફ સ્ટાઇલ જ નહીં, વિચાર શૈલીમાં પણ ફેરફારો આવ્યાં છે.

નિયમિત માસ્ક પહેરવાનું શરૂ કર્યું છે, ખોરાકમાં ફળોની માત્રા વધારી દીધી... ડૉ.શીતલ મિસ્ત્રી, તબીબ, ગોત્રી હોસ્પિટલ
કોરોના થયો તે અગાઉ માસ્કના ઉપયોગનું ચુસ્ત પાલન કરતો ન હતો. પણ હવે નિયમિત માસ્ક પહેરું છું. અગાઉ ઊંઘ બરાબર લેતો ન હતો જે વધારી દીધી છે. ખોરાકમાં ફળોની માત્રા વધારી દીધી છે. ભ્રમરી પ્રાણાયામ પણ કરતો થયો છું.

ઊંધ વધારી, 45 મિનિટ સુધી નિયમિત પ્રાણાયામ અને યોગ કરવાનો નિયમ... શશીન ત્રિવેદી, ગાયક, કારેલીબાગ
કોરોનામાં 80 ટકા ફેફસાને અસર થઇ હતી. મને લાગે છે કે, મરતા માંડ બચ્યો. પહેલા સવારે 5 વાગ્યે ઊંઘતો હતો. હવે રાત્રે મોડામાં મોડા 11 વાગ્યે ઊંધી જાઉ છું. સવારે વહેલા ઊઠીને યોગ અને પ્રાણાયામ કરૂ છું .

નવી ફિલસૂફી આવી, પરિવાર પહેલાં પછી કામ, બહારનું ખાવાનું પણ બંધ... આયુષ ડોડિયા, ફોટોગ્રાફર, સમા
કોરોના થયો ત્યારે પહેલીવાર મને કુટુંબનું મહત્વ સમજાયું. કામને લીધે હું દિવસો સુધી બહાર રહેતો હતો. જે હવે બંધ કર્યું છે. બહારનું ખાવાનું સદંતર બંધ કર્યું. પહેલા પરિવાર પછી કામ એવી નવી ફિલસૂફી જીવનમાં આવી ગઇ છે.

લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કર્યા, તમાકું ખાવાની બંધ કરી, પ્રાણાયામ શરૂ કર્યા... ઘનશ્યામ શાહ, વેપારી, પ્રતાપનગર
વર્ષો જૂની તમાકુ ખાવાની આદત હતી તે છોડી દીધી, સવારે ગરમ હુંફાળુ પાણી, પ્રાણાયામ, યોગ અને ડાયાબીટિસ હોવાથી 20થી 25 મીનિટ સવારે નિયમિતપણે ચાલવાનું નક્કી કર્યું. આવું કરવાથી અાખો દિવસ તાજગી અનુભવાય છે.

આ વર્ષે ખાસી-શરદી સહિતના દર્દીઓ 30 ટકા જેટલા જ માંડ આવ્યા છે. લોકોની ઇમ્યૂનિટીમાં વધારો થયો છે. પરિચિતના ઘરે જતા અગાઉ લોકો વિવેક ખાતર પણ ફોન કરતા થયા છે. { ડૉ.કૈલાશબેન પરીખ, પ્રેસિડેન્ટ, આએમએ - વડોદરા

લોકોમાં આરોગ્યપ્રત્યે જાગૃતિ આવી છે. પણ ખાંસી-શરદી આ સિઝનમાં પણ સામાન્ય છે. લોકો કોરોના ભયે તબીબો સુધી આવતા અોછા થયા છે અને ઘરે જાતે જ દવાઓ કરે છે. તેથી દવાખાનામાં દર્દીઓ ઓછા દેખાય છે.{ ડૉ.યતીષ શાહ, સિનિયર ફિઝિશિયન, વડોદરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો