પોલિટિકલ:રાહુલ ગાંધીને તેમના નેતા જ નથી સમજતા, સુરતમાં અનુવાદ કરનારાનું મોં બંધ થયું હતું

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા આવેલા ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા પ્રેમ શુક્લાના કોંગ્રેસ પર પ્રહાર
  • હિમાચલ, ઉત્તરાખંડ અને યુપીમાં આપ પાર્ટીની જમાનત જપ્ત થઈ : પ્રેમ શુક્લા

વડોદરામાં મધ્ય ગુજરાતના મીડિયા સેન્ટરનું ઉદઘાટન કરવા આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રેમ શુક્લાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું હતું કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાન અને ગુજરાતને ગાળો આપી રહ્યા છે. ગૌરવ યાત્રા કરી રહેલા રાહુલ ગાંધીને ખુદ તેમના નેતા જ સમજી શકતા નથી.

પ્રેમ શુક્લાએ કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદી માટે અપશબ્દોની ભરમાર લગાવાઈ રહી છે. વર્ષ 2002માં સોનિયા ગાંધીએ તેમને મોતના સોદાગર કહ્યા હતા ત્યારે હાલમાં તેમના વિરુદ્ધ નવી ગાળ મધુસૂદન મિસ્ત્રી આપી છે. જોકે આ બધાની ઇફેક્ટ એ થાય છે કે નાગરિકો ભાજપ તરફ ખેંચાય છે. મેઘા પાટકર જેવા લોકો નર્મદાના પ્રોજેક્ટમાં આડસો ઉભી કરી હતી તેઓ રાહુલ ગાંધીની યાત્રામાં જોડાય છે. મહારાષ્ટ્રના રાજ્યપાલે શિવાજી મહારાજ પર કરેલી ટિપ્પણી અંગે જણાવ્યું હતું કે શિવાજીની નૌસેનાનું ચિન્હ ભારતીય નૌસેનાને અપાયું છે. શિવાજી પ્રત્યે કોઈ પણ નિવેદન અસ્વીકાર્ય છે. વધી રહેલી મોંઘવારી અંગે પ્રેમ શુક્લાએ કહ્યું હતું કે ગેસના બોટલમાં અન સબસીડીઝ બોટલનો ભાવ 2013માં રૂ. 1325 હતો, હાલમાં તે ઓછો છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેન્દ્ર બાંધે રાહુલ ગાંધીની યાત્રાથી તેમના વિરોધીઓના મોં બંધ થઈ ગયા છે તેવા નિવેદન અંગે પ્રેમ શુક્લાએ ટીખળ કરી હતી કે, સુરતના કાર્યક્રમમાં અનુવાદ કરનારા કોંગ્રેસના નેતાનું પણ મોં બંધ થઈ ગયું હતું. કોંગ્રેસના નેતા પણ રાહુલ ગાંધીને સમજી શક્યા ન હતા. તેઓએ કહ્યું કે હિમાચલ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં આમ આદમી પાર્ટીની જમાનત જપ્ત થઈ છે. જે પાર્ટીને જમાનત જપ્ત કરાવવાનો શોખ હોય તે ચૂંટણી લડી શકે. વડોદરામાં 75 વર્ષની ઉંમરના ક્રાઈટેરિયા બાદ 76 વર્ષના ઉમેદવારને ટીકીટ અંગે તેઓએ કહ્યું કે અપવાદમાં પણ અવસર હોય છે.

કોંગ્રેસ સાંપ્રદાયિક રાજનીતિ કરી રહી છે
પ્રેમ શુક્લાએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ સાંપ્રદાયિક રાજનીતિ કરી રહી છે. તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસના ઇન્દ્રજીત પરમાર કહે છે કે મુસ્લિમ એરિયામાં ડિસ્પેન્સરી ખુલશે અને હિન્દી એરિયામાં ડિસ્પેન્સ સુધી નહીં ખુલે. તદુપરાંત ધારાસભ્ય ભરત ઠાકોર પણ કહી રહ્યા છે કે દેશ અને કોંગ્રેસને માત્ર મુસ્લિમ બચાવી શકે છે. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે પણ કહ્યું કે પ્રદેશના સંસાધનો પર પહેલો હક લઘુમતીઓનો હશે ત્યારે ભાજપની સબકા સાથ સબકા વિકાસની વિચારધારાથી વિપરીત કોંગ્રેસની વિચારધારા છે.

અન્ય સમાચારો પણ છે...