તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નામચીન બિચ્છુ ગેંગ ના મહત્વના સાગરીત મુન્ના તડબૂચ ની મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં શોધખોળ કરાઈ રહી છે પરંતુ તે ભુૂગર્ભમાં ઉતરી જઇ પોલીસને ચકમો આપી રહ્યો છે. તાજેતરમાં બોરસદમાં મુન્ના તડબુચના સાળાનું લગ્ન હોવાની જાણ થતાં પોલીસ લગ્નમાં મહેમાન બનીને પહોંચી જતાં મુન્નો તડબુચ સાળાના લગ્નમાં પણ હાજરી આપી શકયો ન હતો.
બિચ્છુ ગેંગના ગુંડાઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ પોલીસની ઘોંસ વધતાં ગેંગનો મહત્વનો સાગરીત મુન્નો તડબુચ શહેર છોડીને ફરાર થઇ ગયો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે મુન્ના તડબુચની ટેકનીકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં તપાસ કરાઇ રહી છે. તાજેતરમાં મુન્ના તડબુચના સાળાનું બોરસદમાં લગ્ન યોજાયુ હતું અને તેમાં વેષ પલટો કરીને મુન્નો તડબુચ હાજરી આપી તેવી શકયતા જણાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એકશનમાં આવી હતી અને લગ્નમાં પોલીસ પણ વેશપલટો કરીને મહેમાન બનીને પહોંચી ગઇ હતી. જો કે મુન્ના તડબુચને પોલીસ લગ્નમાં આવી શકે છે તેવી શંકા જતાં તે પોતાના જ સાળાના લગ્નમાં જઇ શકયો ન હતો.
પોલીસે સતત બે દિવસ સુધી બોરસદમાં વોચ ગોઠવી હતી પણ મુન્નો તડબુચ પહોંચ્યો જ ન હતો. ઉલ્લેખનિય છે કે મુન્નો તડબુચ ઉર્ફે મહમદ હુસેન જાકીરહુસેન શેખ સામે 1998થી 20 ગુના અને છેલ્લા 10 વર્ષમાં 5 ગુના નોંધાયેલા છે. પોલીસે તેની મિલકતોની તપાસ કરતાં તેની પાસે અંદાજે 3 કરોડથી વધુની મિલકતો હોવાનું બહાર આવ્યું હતું જેમાં એક ફાર્મ હાઉસ તથા કન્સ્ટ્રકશન સાઇટ, નવાપુરામાં દુકાન અને એક ઇનોવા કાર હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. બીજી તરફ હાલ 15 દિવસનારિમાન્ડ પર રહેલા બિચ્છુ ગેંગના લીડર અસલમ બોડીયાની મિલકતોની મળેલી માહિતીના આધારે વેરીફીકેશન કરાઇ રહ્યું છે.તેની તપાસ માટે પોલીસે ગહન તપાસ હાથ ધરી છે તેની સામે થયેલી જુની તપાસોની પણ ચકાસણી ચાલી રહી છે. મુન્નો તડબુચ પકડાય તો ગુનાખોરીની દુનિયાની ચોંકાવનારી માહિતીઓ બહાર આવી શકે છે.
મુન્નો તડબૂચ પકડાય તો ચોંકાવનારી માહિતી મળવાની પ્રબળ સંભાવના
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે મુન્નો તડબુચ અસલમ બોડીયાનો ખાસ સાગરીત છે જેથી જયારે પણ મુન્નો તડબુચ પકડાશે ત્યારે બિચ્છું ગેંગના કરતૂતો તથા અસલમ બોડીયા અને તેના કરતૂતોની ચોંકાવનારી માહિતી મળી શકે છે. બંનેએ આચરેલા ગુનાઓ તથા ગુનાખોરીમાં વસાવેલી મિલકતોની પણ મુન્ના તડબુચ પાસેથી માહિતી મળી શકે છે. પોલીસે તેને પકડવા માટે ઠેર ઠેર તપાસ શરુ કરી હતી પણ તે સતત પોલીસથી ભાગતો ફરી રહ્યો છે. જો કે પોલીસે મુન્નો તડબુચ જલ્દી પકડાઇ જશે તેવી આશા પ્રગટ કરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.