તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:MSUની સિન્ડિકેટના સિલેબસમાં વિદ્યાર્થીઓના પ્રવેશનો જ પાઠ નહીં

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.12માં માસ પ્રમોશન બાદ 10 હજાર િવદ્યાર્થીના પ્રવેશનું તોળાતું સંકટ
  • સત્તાધીશો બેફિકર, આયોજનના બદલે માત્ર ઝીરો અવરમાં ચર્ચા થશે

ધોરણ12માં માસ પ્રમોશનના પગલે મ.સ.યુનિ.માં 10 હજારથી વધારે વિદ્યાર્થીઓને કેવી રીતે સમાવવા તેની સમસ્યા ઘેરી બનવાના સંજોગો વચ્ચે આ મુદો શુક્રવારે મળનારી સિન્ડીકેટના બેઠકના એજન્ડામાં સમાવાયો નથી. ગંભીર મુદા મામલે બેફિકર વલણ રખાયુ હોય તેમ માત્ર ઝીરો અર્વસમાં ચર્ચા કરાશે.

સરકાર દ્વારા ધોરણ 12 માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે તેવા સમયે શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રવેશની ગંભીર સમસ્યા સર્જાય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. કોમર્સ,સાયન્સ અને હોમ સાયન્સમાં 10 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સમસ્યા ઉભી થાય તેમ છે. વડોદરા શહેરમાં ધોરણ 12 માં 26 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાંથી 8 હજાર વિદ્યાર્થીઓ સાયન્સના અને 18 હજાર વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના છે. કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં વધારેમાં વધારે 8 હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાશે. જેની સામે વધારાના 8 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ કેવી રીતે આપવો તેનો વિકટ પ્રશ્ન ઉભો થશે.

સાયન્સ ફેકલ્ટીમાં પણ 2 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશની સમસ્યા ઉભી થાય તેમ છે. રાજય સરકાર દ્વારા ધોરણ 12 માં માસ પ્રમોશનની જાહેરાત કરી છે જોકે હજુ સુધી કોઇ ગાઇડલાઇન બહાર પાડી નથી જેના કારણે યુનિવર્સિટી દ્વારા પણ પ્રવેશની પ્રક્રિયા કેવી રીતે કરવી,કેટલા વિદ્યાર્થીઓને સમાવવા અથવા તો હંગામી ધોરણે બેઠકો વધારવી કે નહિ તે તમામ મુદા અંગે રહસ્ય છે. તેવા સમયે શુક્રવારે સિન્ડિકેટની બેઠકમાં શહેરના વિદ્યાર્થીઓને અન્યાય ના થાય અને વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે ઝીરો અવર્સમાં ચર્ચા હાથ કરાશે.

ડિસેમ્બર મહિનામાં સેનેટની રજિસ્ટ્રર ગ્રેજ્યુએટ કેટેગરીની ચૂંટણી યોજાશે
દર પાંચ વર્ષે યોજાતી યુનિ. રજિસ્ટ્રર ગ્રેજયુએટ કેટેગરીની ડિસેમ્બરમાં ચૂંટણી યોજાશે. જેના માટે જુલાઇમાં જાહેર નામું બહાર પડાશે. 15 બેઠકો માટેની ચૂંટણી માટે ઉમેદવારોને રજીસ્ટ્રેશન કરવા માટેનો બે થી ત્રણ મહિના સુધીનો સમય આપવામાં આવશે. રજિસ્ટ્રર કેટેગરી પહેલા ટીચર્સ,ડોનર્સ,પ્રોફેસર સહિતની કેટેગરી માટે ચૂંટણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...