તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં રસીનું ખાનગીકરણ:સરકારી સેન્ટરો પર તો પૂરતી રસી મળતી નથી ને ખાનગી હોસ્પિટલોને ફરી રસી આપવાની છૂટનો તખ્તો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સવારે 7 વાગ્યાથી લોકો આવી જતાં આસપાસના રહીશોનો સંક્રમણ ફેલાવાના ડરે વિરોધ - Divya Bhaskar
સવારે 7 વાગ્યાથી લોકો આવી જતાં આસપાસના રહીશોનો સંક્રમણ ફેલાવાના ડરે વિરોધ
  • આજથી ત્રણ દિવસ 45+ના લોકોનું રસીકરણ બંધ , 18થી 44ની વયના જે લોકોને SMS મળ્યો છે તેમને જ રસી મળશે
  • ખાનગી હોસ્પિટલમાંથી ચાર્જ આપીને 18-45 વયજૂથના લોકો રસી લઈ શકશે, ભાવ અને તારીખ હવે નક્કી થશે

સરકારી ઢબે ચાલી રહેલા રસીકરણમાં છીંડાં બહાર આવી રહ્યા છે ત્યારે સરકારે જવાબદારીનો બોજો હલકો કરવા 18થી 45 વર્ષના લોકો માટે ખાનગી હોસ્પિટલનો વિકલ્પ ખુલ્લો કર્યો છે. બીજી તરફ આજથી 3 દિવસ 45 પ્લસ માટેનું રસીકરણ બંધ રહેશે. જયારે 18થી 44ની વયના જે લોકોને SMS મળ્યો છે તેમને જ રસી મળશે. અગાઉ સી ખૂટી પડતાં વડોદરામાં 45થી વધુ ઉંમરના લોકો માટે 2 દિવસ સુધી રસી આપવાનું બંધ કર્યું હતું. ખાનગી હોસ્પિટલમાં અપાતો જથ્થો પણ પરત લઈ લેવામાં આવ્યો હતો.હવે ફરી કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલો અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ખાતેની હોસ્પિટલમાં કોવિડ 19 માટેના ડોઝ ઉત્પાદક પાસેથી ખરીદીને આપી શકે તેવી જોગવાઇ કરી છે.

આ મામલે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા વડોદરા સહિતના તમામ મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરો અને તમામ ડીડીઓને પરિપત્ર પાઠવાયો છે. જોકે અગાઉ રૂપિયા અઢીસો લઈને સરકારી વેક્સિન મુક્તિ ખાનગી હોસ્પિટલો એ હવે જાતે જ વેક્સિન ખરીદવાની છે ત્યારે તેના માટે નો નવો ભાવ અને કયારથી અપાશે તે તારીખ મંજૂરી બાદ નક્કી કરાશે અને રસી મુકાવા ઇચ્છુક 18થી 45 વય જૂથના લોકો એ તે મુજબ ચુકવણું કરવાનું રહેશે.

રોજ સાંજે 5.30 થી 6 સુધી સ્લોટ ખુલશે
પાલિકા પાસે 18થી 45વર્ષના વયજૂથમાં માટે 66,820 અને 45 થી વધુ ઉંમરના લોકો માટે 36,650 રસી ઉપલબ્ધ છે. તે મુજબ 45+ માટે સોમવારથી 7 દિવસ અને અન્ય વય જૂથ માટે 13 દિવસ ચાલે તેટલો સ્ટોક છે. હવે 18-45 વય જૂથમાં એપોઇન્ટમેન્ટ સ્લોટમાં ફેરફાર કરીને તમામ હેલ્થ સેન્ટર માટે રોજ સાંજે સાડા પાંચથી છ વાગ્યાનો સમય નક્કી કરાયો છે.

ખાનગી હોસ્પિટલ માટેની શરતો

  • પૂરતા પ્રમાણમાં કોલ્ડ ચેઇનના સાધનો અને સ્ટોરેજ કેપેસિટીની વ્યવસ્થા.
  • પૂરતી જગ્યાવાળા વેઇટિંગ એરિયા, વેક્સિનેશન રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ એમ કુલ 3 રૂમની વ્યવસ્થા. તાલીમબદ્ધ વેક્સિનેટર અને વેરિફાયર
  • સરકારની ગાઈડલાઈન મુજબ એઇએફઆઈ મેનેજ કરવા માટેની સક્ષમતા
  • ખાનગી કોવિડ વેકસીન સેન્ટરને કોવિન સિસ્ટમમાં જે તે ઓફિસર દ્વારા રજિસ્ટર કરવાના રહેશે, લાભાર્થીઓને સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનો રહેશે અને તેનું રિપોર્ટિંગ પણ કોવિડ સિસ્ટમમાં કરવાનું રહેશે.
  • ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબલિશમેન્ટ ખાતે જો હોસ્પિટલ ઉપલબ્ધ ન હોય તો તેવી સંસ્થાઓને ઇન્ડસ્ટ્રીયલ વર્ક પ્લેસ તરીકે રજિસ્ટર કરી શકાશે અને તેનો મેપ ઇન કોઈપણ અન્ય ખાનગી સેન્ટર સાથે કરવાનું રહેશે.
  • ખાનગી સેન્ટરે કોવિન સિસ્ટમમાં વેક્સિનનું નામ, સ્ટોક અને લાભાર્થીએ ચૂકવવાના થતા ચાર્જ જાહેર કર્યા બાદ એપોઇન્ટમેન્ટ સ્લોટ કોવિન સિસ્ટમમાં કરવાના રહેશે.
  • આ સ્લોટ બુક કરતી વખતે વેક્સિન ટાઈપ અને તેના ચાર્જીસ કોવિન સિસ્ટમમાં દર્શાવવાથી લાભાર્થી જાતે પસંદગી કરી એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.

વિરોધ બાદ પ્રિન્સ અશોકારાજે સ્કૂલમાં રસીનું કેન્દ્ર બંધ કરાયું
શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં વિવિધ સેન્ટરો પર અવનવા પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે. જે પૈકી માંજલપુર ખાતે આવેલી પ્રિન્સ અશોકારાજે ગાયકવાડ સ્કૂલમાં રસીકરણ માટે સવારે 7 વાગ્યાથી લોકો લાઈનો લગાડતાં હોવાને પગલે સ્થાને લોકો હેરાન થઇ રહ્યા છે. સ્કૂલનો પાછળનો ગેટ નાની ગલીમાં હોવાથી ત્યાંના લોકોને સંક્રમણ ફેલાવાની ભીતિ પણ સતાવી રહી છે. સ્થાનિક લોકો દ્વારા બોર્ડ મૂકવા અને પોલીસ બોલાવવા છતાં ઉકેલ આવતો ન હતો. આખરે વિવાદને પગલે સેન્ટર બંધ કરી દેવાયું હતું.

માંજલપુરની જગન્નાથપુરમ સોસાયટીમાં સ્કૂલનો પાછળનો ગેટ આવેલો છે. આ કેન્દ્રમાં 18 વર્ષથી ઉપરના માટે તેમજ બીજા ડોઝમાં તમામ વયજૂથના લોકો માટેનું રસીકરણ થઈ રહ્યું છે, જેને પગલે મોટી ઉંમરના લોકો વહેલી સવારથી જ ત્યાં આવીને ઊભા રહે છે. જેથી સોસાયટીના લોકોમાં સંક્રમણ ફેલાવાનો ડર વ્યાપી રહ્યો છે. બીજી તરફ શાળાના વાઇસ પ્રિન્સિપાલ રમેશ શર્માએ જણાવ્યું હતું કે, 8 વાગે સ્કૂલનો ગેટ ખોલી અમે લોકોને ગ્રાઉન્ડની ખુલ્લી જગ્યામાં બેસાડીએ છીએ, પરંતુ લોકો વહેલી સવારથી આવી જાય છે, જેનો અમારી પાસે ઉકેલ નથી.

અન્ય સમાચારો પણ છે...