તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેલ્ટા + વાયરસ:જરોદની સોસાયટીમાં 27માંથી એકપણ સેમ્પલ પોઝિટિવ નહીં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શિવનંદન સોસાયટીમાં આરોગ્ય ટીમ દ્વારા તપાસ
  • સોસાયટીમાં 286 લોકોનો સરવે કરાયો હતો, 60ને રસી મૂકાઇ

બે દિવસ અગાઉ વડોદરાના વાઘોડિયાના જરોદની શિવનંદન સોસાયટીમાં એક મહિલાના કોરોનાના નમૂનામાં ડેલ્ટા વેરિયન્ટનો વાઇરસ મળી આવ્યો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આજે રવિવારે રજા હોવા છતાં આરોગ્ય વિભાગની ટીમોએ શિવનંદન સોસાયટીની મુલાકાત લીધી હતી અને બાકીના લોકોને કોરોના વેક્સિન મૂકી હતી.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તિલાવટે જણાવ્યું હતું કે, આ સોસાયટીમાંથી અગમચેતીના ભાગરૂપે 27 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જે તમામ કોવિડ નેગેટિવ આવ્યાં છે. આ સોસાયટીમાં કુલ 130 મકાનમાંથી 33 બંધ છે એટલે 97 મકાનોના 286 રહીશોનો સરવે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ પણ નિર્ધારિત માત્રામાં જણાવ્યું હતું. આજે 60 રહેવાસીઓને કોવિડની રસી મૂકવામાં આવી હતી.

SSGમાં 15 માસમાં 12 હજાર દર્દી સાજા અને 830 કર્મી સંક્રમિત થયા
કોરોના ગત માર્ચ 2020થી કેસો આવવાના શરૂ થયા છે ત્યારથી જૂન-2021ના 15 મહિનામાં 12 હજાર જેટલા દર્દી સાજા થયા છે. જેની સામે તબીબો સહિત એસએસજીમાં 830 કર્મીને કોરોના થયો હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધી હોસ્પિટલમાં 301 તબીબોને પણ કોરોના થયો છે. ઉપરાંત 20 વિદ્યાર્થી, 46 ઇન્ટર્ન અને 318 લેબ ટેક્નિશિયન્સ અને ક્લાસ-3ને પણ કોરોના થયો હોવાનું જાણવા મળે છે.

કોરોના નોડેલ ઓફિસર ડો.ઓ.બી. બેલિમે જણાવ્યું કે, ‘કોરોનામાં એસએસજીના કેટલા કર્મચારીઓ પોઝિટિવ થયા તેના વિશે આંકડાકીય માહિતી એકત્ર કરાઈ રહી છે. જોકે તબીબો અને અન્ય ક્રમીઓ સહિત 800થી વધુ એસએસજીમાં જ સંક્રમિત થયા છે.’ ઉલ્લેખનીય છે કે, કેટલાક તબીબો બે વાર કોરોનાગ્રસ્ત થયા છે.

અન્ય સમાચારો પણ છે...