આજથી ચતુર્માસ:કોરોનાને પગલે વિહાર અટકી જતાં દિગંબર જૈન સમાજનાં એક પણ સાધુ-સાધ્વીજીએ શહેરમાં પ્રવેશ ન કર્યો

વડોદરા2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • શ્વેતાંબર જૈન સમાજનાં વિવિધ દેરાસરોમાં 10 સાધુ-ભગવંતો ચાતુર્માસ માટે આવ્યા

4 જુલાઈ અને શનિવારથી ચાતુર્માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ચતુર્માસ કરવા જૈન સાધુ-સાધ્વીજીઓનો નગર પ્રવેશ થઇ ચૂક્યો છે. ચાલુ વર્ષે અધિક માસ હોવાથી જૈન ભક્તોને સાધુ ભગવંતોના આશીર્વાદ 149 દિવસ એટલે પાંચ મહિના સુધી મળી શકશે.

કોરોના મહામારીના કારણે સાધુ ભગવંતોનો વિહાર અટકી જતા વડોદરામાં એક પણ સાધુ-સાધ્વી ભગવંતો પ્રવેશ્યા નથી

ઉલ્લેખનીય છે કે, ચાતુર્માસ ૪ જુલાઈથી શરૂ થશે અને ૨૯ નવેમ્બરે પૂરો થશે. આ દરમિયાન પર્યુષણ પર્વની શરૂઆત 15 ઓગસ્ટથી થશે. જ્યારે સંવત્સરી પર્વ 22 ઓગસ્ટ અને જૈનો વર્ષ 15 નવેમ્બરથી શરૂ થશે.ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે આ વર્ષે શહેરમાં દિગંબર જૈન સમાજના એક પણ સાધુ-સાધ્વી ભગવંતો શહેરમાં ચાતુર્માસ માટે પ્રવેશ્યા નથી. દિગંબર જૈન સમાજનાં અગ્રણી મમતાબેન શાહે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં દિગંબર જૈન સમાજના 11 દેરાસરો આવેલા છે. જ્યારે શહેરમાં દિગંબર જૈન સમાજના બે હજાર જેટલાં ઘરો છે. દર વર્ષે વડોદરામાં ચાતુર્માસ દરમિયાન 15 જેટલા દિગંબર જૈન સાધુ ભગવંતો પ્રવેશ કરતા હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે સાધુ ભગવંતોનો વિહાર અટકી જતા વડોદરામાં એક પણ સાધુ-સાધ્વી ભગવંતો પ્રવેશ્યા નથી.જેથી શ્રાવકોનેે ચાલુ વર્ષે સાધુ સાધ્વીજીઓના આશીર્વાદ પ્રાપ્ત નહીં થયી શકે.બીજી તરફ શ્વેતાંબર જૈન સમાજના શહેરમાં આવેલા દેરાસરોમાં  10 સાધુ-ભગવંતો ચાતુર્માસ કરવા માટે પ્રવેશ કર્યો છે. જ્યારે દર વર્ષે 20 થી વધુ સાધુ-ભગવંતો ચાતુર્માસ કરવા શહેરમાં પ્રવેશ કરે છે.

વિવિધ સંઘોમાં સાધુ-ભગવંતોનો પ્રવેશ

 • આ.વિમલપ્રભસુરી , શ્રી અલકાપુરી જૈન સંઘ
 • ગણિ આગમચંદ્ર સાગરજી , શ્રી સુભાનપુરા જૈન સંઘ
 • ગણિ યોગરત્ન વિજયજી,  રામચંદ્રસુરી આરાધના ભવન,સુભાનપુરા
 • આ.પૂર્ણચંદ્રસાગરજી , જાની શેરી,માંડવી
 • ગણિ રમ્યચંદરસાગરજી , નિઝામપુરા જૈન સંઘ
 • ગણિ ધર્મરત્ન તેમજ ધર્મબોધી વિજયજી, શ્રી ઇન્દ્ર પુરી જૈન સંઘ, આજવા રોડ
 • પંનયાસ લબ્ધીદર્શન વિજયજી, હરણી જૈન સંઘ
 • મુનિ યશોજયરત્ન વિજયજી ,   માંજલપુર જૈન સંઘ
 • મુિન જગવલ્લભ સાગરજીઅચલગચ્છ જૈન સંઘ, રાવપુરા
 • પન્યાસ અપૂર્વચંદ્ર સાગરજી , સમા
અન્ય સમાચારો પણ છે...