• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Not A Single Official Death From Corona In Last 3 Months, Mega Vaccination Will Be Held At 125 Centers From 7 Am To 12 Noon Today On PM Modi's Birthday

કોરોના વડોદરા LIVE:છેલ્લા 3 મહિનામાં કોરોનાથી સત્તાવાર એક પણ મોત નહીં, PM મોદીના જન્મદિવસે આજે 125 કેન્દ્રો પર સવારે 7થી રાતે 12 સુધી મેગા વેક્સિનેશન

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેર અને જિલ્લામાં આજે મેગા વેક્સિનેશનનું આયોજન કરાયું છે - Divya Bhaskar
વડોદરા શહેર અને જિલ્લામાં આજે મેગા વેક્સિનેશનનું આયોજન કરાયું છે
  • એક દિવસમાં શહેરના મકરપુરા વિસ્તારમાં જ 3 કેસ નોંધાયા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,034 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,399 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરમાં કોરોનાના 3થી 4 કેસો છેલ્લા બે મહિનાથી આવી રહ્યાં છે. ગુરુવારે શહેરના બધા જ નવા 3 કેસ મકરપુરા વિસ્તારમાં જ નોંધાયા હતા.

હાલમાં માત્ર 12 એક્ટિવ કેસ
વડોદરા શહેરમાં હાલમાં માત્ર 12 એક્ટિવ કેસ બાકી રહ્યાં છે. જે પૈકી 1ની ઓકિ્સિજન પર અને 1ની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. છેલ્લા 36 કલાકમાં 5 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે શહેર-જિલ્લામાં 45 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 71,399 દર્દીઓએ કોરોનાને હંફાવી દીધો છે. જ્યારે છેલ્લા ત્રણ મહિનાથી એકેય દર્દીનું કોરોનાથી સત્તાવાર મોત નિપજ્યું નથી.

125 કેન્દ્રો પર સવારે 7થી રાતે 12 સુધી મેગા વેક્સિનેશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બર ને શુક્રવારે વડોદરા શહેરનાં 125 રસીકરણ કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં વધુ ને વધુ નાગરિકો રસી લઇ શકે તે માટે સરકાર દ્વારા પણ રસીનો જંગી જથ્થો ફાળવવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા શહેરના પોલીસ વિભાગ, સંસ્થાઓ, સરકારી સંગઠનો, વિદ્યાર્થીઓ અને આશાવર્કરો સાથે મળીને વધુમાં વધુ લોકોને રસી અપાવી શકાય તે માટે કવાયત હાથ ધરી છે. અંદાજે 20 હજાર ઉપરાંત લોકો વેક્સિન મૂકાવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ 400 જેટલાં કેન્દ્રો પર રસીકરણનું આયોજન કરાયું છે.

વડોદરા જિલ્લામાં મહા રસીકરણ અભિયાન
વડોદરા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી મહા રસીકરણ દિવસ તરીકે કરીને કોરોના સામે લોકોની આરોગ્ય રક્ષાના અભિયાનને વેગવાન બનાવવાનું જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વ્યાપક આયોજન કયું છે. વડોદરા જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે આજે દુમાડ પ્રાથમિક શાળામાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વડોદરા જિલ્લામાં આજે 1.20 લાખ નાગરિકોને કોરોના રસી મુકવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.

રસીકરણમાં વડોદરા રાજ્યમાં ત્રીજા નંબરે
રસીકરણના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ પ્રથમ ડોઝમાં રાજ્યમાં ગાંધીનગર, જૂનાગઢ અને વડોદરાનો ત્રીજો નંબર આવે છે. જ્યારે બીજા ડોઝમાં સુરત, ગાંધીનગર અને ત્રીજો નંબર વડોદરાનો આવે છે.

કુલ વસ્તી 15,71,956 પ્રથમ ડોઝ 12,89,978 82.06% બીજો ડોઝ 6,89,085 43.83% આજનું રસીકરણ 4797 કુલ રસીકરણ 19,79,073

વડોદરા જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે આજે દુમાડ પ્રાથમિક શાળામાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું
વડોદરા જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે આજે દુમાડ પ્રાથમિક શાળામાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું

ડેન્ગ્યૂના 35 અને ચિકનગુનિયાના 22 દર્દીઓ નોંધાયા
વડોદરા શહેરમાં છેલ્લા બે મહિનાથી ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના મચ્છરજન્ય રોગો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. ડેન્ગ્યૂના એક હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે ચિકનગુનિયાના પણ સમાંતરે કેસો આવી રહ્યાં છે. મચ્છર-પોરા દવાઓના છંટકાવ, નોટિસોથી આગળ વધીને તંત્રએ કોઇ નક્કર પગલા ભરવાની જરૂર છે. ગુરુવારે ડેન્ગ્યૂના નવા 35 કેસ આવ્યાં હતા. જ્યારે ચિકનગુનિયાના 22 દર્દીઓ નોંધાયા છે. અત્યાર સુધી ચિકનગુનિયાના 573 કેસ આવી ચૂક્યા છે. 2020માં ચિકનગુનિયાના ફક્ત 96 અને 2019માં 231 કેસ નોંધાયા હતા.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,768 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,034 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9675 પશ્ચિમ ઝોનમાં 11,975, ઉત્તર ઝોનમાં 11,785, દક્ષિણ ઝોનમાં 11,795, વડોદરા ગ્રામ્યમાં 26,768 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ગુરૂવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
મકરપુરા

અન્ય સમાચારો પણ છે...