• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Not A Single New Case In The Last Two Days Leading To The Liberation Of Rural Area Corona, Only 22 Active Cases Now In The City district

કોરોના વડોદરા LIVE:ગ્રામ્ય વિસ્તાર કોરોના મુક્ત થવા તરફ અગ્રેસર, છેલ્લા બે દિવસમાં એક પણ નવો કેસ નહીં, શહેર-જિલ્લામાં હવે માત્ર 22 એક્ટિવ કેસ રહ્યા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના માત્ર 25 દર્દી જ સારવાર હેઠળ

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 3 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 71,918 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 4 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,274 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

કોરોનાના એક્ટિવ દર્દી માત્ર 21 જ રહ્યા છે
વડોદરા શહેર અને જિલ્લામાં બુધવારે 1314 ટેસ્ટિંગ કરતા છાણી, ગોરવા અને કંડારીમાં કોરોનાના કુલ 3 કેસ નોંધાયા હતા. જ્યારે દિવસ દરમિયાન 4 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હવે કોરોનાના એક્ટિવ દર્દી માત્ર 21 જ રહ્યા છે. જે પૈકી એકને ઓક્સિજન પર અને એકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. શહેરમાં હાલમાં કોરોનાને લીધે 24 લોકોને ક્વોરન્ટાઇન રહેવાની સૂચના આપવામાં આવી છે. એસએસજી અને ગોત્રી હોસ્પિટલોમાં પણ કોરોનાના માંડ 5 કેસ હાલમાં સારવાર હેઠળ છે.

મ્યુકોરમાઇકોસિસના માત્ર 25 દર્દી જ સારવાર હેઠળ
વડોદરાની એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના માત્ર 25 દર્દી જ બાકી રહ્યાં છે, જે પૈકી એસએસજીમાં 14 અને ગોત્રીમાં 11 દર્દીનો સમાવેશ થાય છે. બુધવારે નવા 2 દર્દી દાખલ થયા હતા. બંને હોસ્પિટલોમાં કુલ 31 સર્જરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના અગાઉ શહેરમાં મ્યુકોરમાઇકોસિસના 400થી વધુ કેસ હતા. હાલમાં જે દર્દીઓ આવે છે તેમની સ્થિતિ પણ વધુ ગંભીર હોતી નથી.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,755 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,912 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9662 પશ્ચિમ ઝોનમાં 11,924, ઉત્તર ઝોનમાં 11,772, દક્ષિણ ઝોનમાં 11,769, વડોદરા ગ્રામ્યમાં 26,755 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
છાણી, ગોરવા

ગ્રામ્યઃ કંડારી

અન્ય સમાચારો પણ છે...