તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપનો કોંગ્રેસને જવાબ:એક પણ આમંત્રિતે સિટી બસનો ઉપયોગ કર્યો નથી

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વર્ખચે બસ મોકલી હતી: સિટી બસ સંચાલક

પ્રદેશ ભાજપની કેવડિયા કોલોની ખાતે યોજાયેલી કારોબારીમાં સિટી બસ મોકલાયાનો આક્ષેપ કરનાર કોંગ્રેસના અમે રાવતને ભાજપે ખુલ્લો પડકાર ફેંકીને આક્ષેપોને વાહિયાત ગણાવ્યા છે.

કેવડિયા કોલોની ખાતે સિટી બસનો મફતમાં ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા અમી રાવતે આક્ષેપ કર્યો હતો. જેની સામે,શહેર ભાજપના મીડિયા ઇન્ચાર્જ સત્યેન કુલાબકરે જણાવ્યું હતું કે શહેર ભાજપના અધ્યક્ષ ડૉ વિજય શાહ અને ભાજપ સંગઠન દ્વારા આવી કોઈ બસ સેવા માટે કાર્યવાહી કરી નથી અને ભાજપના વડોદરા શહેરમાંથી 25 જેટલા આમંત્રિત હતા અને તેઓ પોતાના વાહનોમાં અન્ય ને સાથે રાખીને કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા.વડોદરા ભાજપના કોઈ પણ આમંત્રિત એ સિટી બસનો ઉપયોગ કર્યો નથી.

શહેર ભાજપ અધ્યક્ષ ડો વિજય શાહે જણાવ્યું હતું કે ભાજપા દ્વારા યોજાતા કાર્યક્રમ કે પછી સરકારના હોય કે પાલિકાના હોય ત્યારે ઉપયોગમાં લેવાતી બસોનું ધારાધોરણ મુજબ ચુકવણું કરવામાં આવે છે.બીજી તરફ વિનાયક લોજીસ્ટીક ના મેનેજમેન્ટ તરફથી જણાવાયું છે કે તમામ બસોની માલિકી કંપનીની છે તે એસી બસ બંધ પડી હતી તે બસો કંપનીના માલિકે સ્વખર્ચે મોકલી હતી અને તેમાં શહેરના બસના એક પણ રૂટને અસર ન થાય તે રીતે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...