કોરોના વડોદરા LIVE:શહેરમાં સતત ત્રીજા દિવસે કોરોનાનો એક પણ કેસ નહીં, 66 ટકા લોકો ફુલ્લી વેક્સિનેટેડ થયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેરમાં કોરોનાના કેસ 0 ઉપર પહોંચતા તંત્રએ રાહત અનુભવી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,101 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,461 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા 72 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

72 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નહીં
મંગળવારે શહેરમાં 2,471 સેમ્પલ લેવાયા હતા. જેમાં બધા જ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. સોમવારે વડોદરા રૂરલમાં એક કેસ નોંધાયો હતો. એટલે છેલ્લા 72 કલાકમાં શહેરમાં એક પણ કેસ કોરોનાનો પોઝિટિવ નોંધાયો નથી. હાલમાં વડોદરા શહેરમાં કોરોનાના 16 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે માત્ર 1 જ દર્દીને ઓક્સિજન પર સારવાર આપવામાં આવી છે.

8 મેના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 989 કેસ નોંધાયા હતા
વડોદરા શહેરમાં વર્ષ 2021ની 8મી મેના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 989 કેસ નોંધાયા હતા. જોકે ત્યારબાદ કોરોના કેસમાં સતત ઘટાડો થયો હતો. મંગળવારે કોરોનાનો એકપણ નવો કેસ નહીં નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો છે. શહેરમાં ગત 20મી માર્ચ 2020 બાદ મંગળવારે શંકાસ્પદ કોરોનાના લેવાયેલા 2,471 કેસમાં એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી.

કોરોનાના કેસ 0 ઉપર પહોંચતા તંત્રએ રાહત અનુભવી
ઉલ્લેખનીય છે કે જે રીતે વડોદરા શહેરમાં વેક્સિનેશન થઈ રહ્યું છે. જેના કારણે નવા કેસ ઝડપથી ઘટી રહ્યા છે. શહેરમાં વેકસીનેશનનો પહેલો ડોઝ લીધેલાનો આંક 100 ટકા નજીક પહોંચ્યો છે ત્યારે કોરોનાના કેસ 0 ઉપર પહોંચતા તંત્રએ રાહત અનુભવી છે.

20 હજાર લોકોનું રસીકરણ
વડોદરા શહેરમાં ચાલી રહેલા કોરોના રસીકરણમાં મંગળવારે ઈદની રજામાં રસીકરણ માટે ભારે ધસારો જોવા મળ્યો હતો આરોગ્ય વિભાગના આંકડા મુજબ 20,439 લોકોએ રસી મુકાવી હતી. મંગળવારે પ્રથમ ડોઝની સંખ્યા 6622 નોંધાઇ હતી. આ સાથે પ્રથમ ડોઝના કુલ રસીકરણનો આ 94.20 ટકાએ પહોંચ્યો હતો. જ્યારે બીજો ડોઝ લેનારની સંખ્યા 13817 નોંધાઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ દિવાળી સુધીમાં તમામ લોકોને રસીનો પ્રથમ ડોઝ મૂકી દેવામાં આવે તે પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જેને સફળતા મળી રહી છે માત્ર 5 ટકા લોકો પ્રથમ ટેસ્ટમાં બાકી છે. પરંતુ. વાસ્તવમાં જોવા જઈએ તો કુલ અંદાજે 66 ટકા લોકો ફુલ્લી વેક્સિનેટેડ થયા છે. જે બહુ મોટો આંકડો કહી શકાય.

કુલ રસીકરણ : 2414337 આજનું રસીકરણ: 20439 પ્રથમ ડોઝ : 1422290 94.20% બીજો ડોઝ :992049 65.70%

મ્યુકોરમાઇકોસિસનો વધુ એક કેસ
વડોદરામાં વાઈરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળો વધતા સયાજી હોસ્પિટલની ઓપોડીમાં નોંધપાત્ર વધારો થયો છે. મંગળવારે 1429 દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા. જેમાં 254 દર્દીઓ મેડિકલ ઓપીડીમાં નોંધાયા હતા. મંગળવારે લેવાયેલા શંકાસ્પદ ડેન્ગ્યુના 111 નમૂનાઓ પૈકી 34 કેસ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ચિકનગુનિયાના લેવયેલા 93 કેસ પૈકીના 11 કેસ પોઝિટિવ આવતા તેઓની સારવાર શરૂ કરાઇ છે. બીજી તરફ એસ.એસ.જી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસનો વધુ એક કેસ પોઝિટીવ નોંધાયો હતો.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,773 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,101 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,999, ઉત્તર ઝોનમાં 11,797, દક્ષિણ ઝોનમાં 11,819, વડોદરા ગ્રામ્યમાં 26,773 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...