તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Not A Single Case Of Corona In Dudhwada Village Of Vadodara Amidst Another Wave Of Corona, Sarpanch Corona Warriors Team Did Not Allow Corona To Enter

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારૂ ગામ કોરોના મુક્ત ગામ:કોરોનાની બીજી લહેર વચ્ચે વડોદરાના દુધવાડામાં કોરોનાનો એકપણ કેસ નહીં, સરપંચ-કોરોના વોરિયર્સ ટીમે કોરોનાને ગામમાં પ્રવેશવા દીધો નથી

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામમાં કોરોના પ્રવેશી શક્યો નથી - Divya Bhaskar
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામમાં કોરોના પ્રવેશી શક્યો નથી
  • સરપંચ ઉત્તમ પ્રકાશ 1 વર્ષથી કોરોના વોરિયર્સ ટીમની મદદથી કોરોના અટકાવતી તકેદારીઓનું ચૂસ્ત પાલન કરાવી રહ્યાં છે
  • કોરોના વોરિયર્સની ટીમની દેખરેખ હેઠળ નિયમો પાળી ગામમાં 10 લગ્ન પ્રસંગો યોજાયા હતા

કોરોનાની બીજી લહેરમાં ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વઘ્યું છે. આ બધાની વચ્ચે એક સારા સમાચાર એ પણ છે કે ગામના સરપંચ અને તેમની ટીમની સતર્કતાના પરિણામે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામમાં કોરોના પ્રવેશી શક્યો નથી. હવે તમને થતું હશે કે, આવું તો કંઈ વળી હોય..કોરોનાએ શહેરો સાથે ગામડાઓમાં પણ પગ પેસારો કર્યો છે, ત્યારે આ ગામ કેવી રીતે કોરોનાના ભરડામાંથી બાકાત રહી શકે ? પણ હા આ શક્ય બન્યું છે.

મારૂ ગામ કોરોના મુક્ત ગામના સંકલ્પને સાચા અર્થમાં સાકાર કર્યો
વાત એમ છે કે, પાદરા તાલુકાના અંદાજે 2200ની વસ્તી ધરાવતા દૂધવાડા ગામમાં સરપંચ ઉત્તમ પ્રકાશ પટેલ અને તેમની ટીમની જાગૃતિના કારણે ગામમાં કોરોનાને પ્રવેશવા દીધો નથી. સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને યુવાનોની વોરિયર્સ ટીમની મહેનતથી આ ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણીના મારૂ ગામ કોરોના મુક્ત ગામના સંકલ્પને સાચા અર્થમાં સાકાર કરી અન્ય ગામોને પ્રેરણા પુરી પાડી છે.

સરપંચ ઉત્તમ પ્રકાશ 1 વર્ષથી કોરોના વોરિયર્સ ટીમની મદદથી કોરોના અટકાવતી તકેદારીઓનું ચૂસ્ત પાલન કરાવી રહ્યાં છે
સરપંચ ઉત્તમ પ્રકાશ 1 વર્ષથી કોરોના વોરિયર્સ ટીમની મદદથી કોરોના અટકાવતી તકેદારીઓનું ચૂસ્ત પાલન કરાવી રહ્યાં છે

ગામમાં 45થી વધુની વય ધરાવતા 85 ટકા લોકોને કોરોના રસી મૂકાઇ
સરપંચ ઉત્તમ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ છે, પરંતુ, આ મહામારી સામે લડવા ગ્રામ પંચાયતની ટીમે મક્કમ નિર્ધાર સાથે કોરોના સામે જંગ છેડયો અને ગ્રામજનોનો તેમાં સંપૂર્ણ સહયોગ મળ્યો તેનું આ પરિણામ છે. ગામમાં 45થી વધુની વય ધરાવતા 85 ટકા લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. ગામમાં 18થી વધુ વયના યુવાનોના રસીકરણની પણ આગોતરી તૈયારી કરવામાં આવી છે.

ગ્રામજનોને બચાવવા યુવાનોની ટીમ દ્વારા ઘરે ઘરે માસ્ક તેમજ સેનિટાઈઝરનું વિતરણ કરવા સાથે કોરોના અંગે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે
ગ્રામજનોને બચાવવા યુવાનોની ટીમ દ્વારા ઘરે ઘરે માસ્ક તેમજ સેનિટાઈઝરનું વિતરણ કરવા સાથે કોરોના અંગે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે

ગામના યુવાનોની એક કોરોના યોદ્ધા ટીમ બનાવી
તેમણે વઘુમાં જણાવ્યું હતું કે, શરૂઆતથી જ કોરોના સામે લડવા ગ્રામ પંચાયતના સદસ્યોની સમિતિ સાથે ગામના યુવાનોની એક કોરોના યોદ્ધા ટીમ બનાવી અને તેમાંય ગામમાં આવેલા સેમી આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મયોગીઓનો સહયોગ મળ્યો જેના પરિણામે અમારા ગામમાં કોરોના પ્રવેશી શક્યો નથી.

કોરોના વોરિયર્સની ટીમની દેખરેખ હેઠળ નિયમો પાળી ગામમાં 10 લગ્ન પ્રસંગો યોજાયા હતા
કોરોના વોરિયર્સની ટીમની દેખરેખ હેઠળ નિયમો પાળી ગામમાં 10 લગ્ન પ્રસંગો યોજાયા હતા

ગામમાં ફેરિયાઓને પ્રવેશ આપવામાં આવતો નથી
સરપંચ ઉમેરે છે કે, છેલ્લા એક વર્ષથી ગામમાં બહારના વિવિધ વસ્તુઓનું ફેરી કરી વેચાણ કરતા ફેરિયાઓ પ્રવેશ કરે નહીં, તે માટે નાકાબંધી ઉપરાંત ગામનો કોઈ વ્યક્તિ બહાર જઈને આવે તો તેને પાળવાના નિર્ધારિત નિયમો બનાવવામાં આવ્યા છે, તેનું પાલન કરવામાં આવે છે. ગામમાં કોઈ માસ્ક વગર ફરતું હોય તો તેમને યુવાનોની ટીમ સમજ આપી માસ્ક પહેરવા વિનંતી કરે છે અને જો માસ્ક ન હોય તો માસ્ક પણ આપે છે. ગામમાં દૂધ મંડળી માં બે વેળા દૂધ ભરવા આવતા સભાસદો પણ સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત જાળવે છે.તકેદારીના ભાગરૂપે ગામમાં બપોર બાદ તમામ વેપારીઓ પોતાના વેપાર વણજ સ્વૈચ્છિક રીતે બંધ રાખે છે.

મારૂ ગામ કોરોના મુક્ત ગામના સંકલ્પને સાચા અર્થમાં સાકાર કર્યો
મારૂ ગામ કોરોના મુક્ત ગામના સંકલ્પને સાચા અર્થમાં સાકાર કર્યો

યુવાનોની ટીમ દ્વારા ઘરે ઘરે માસ્ક તેમજ સેનિટાઈઝરનું વિતરણ કરે છે
તેઓ કહે છે કે, આ મહામારીમાંથી ગ્રામજનોને બચાવવા યુવાનોની ટીમ દ્વારા ઘરે ઘરે માસ્ક તેમજ સેનિટાઈઝરનું વિતરણ કરવા સાથે કોરોના અંગે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે. ઘરે ઘરે લોકોને આ રોગથી કેવી રીતે બચવું તે અંગેનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ વર્ષે ગામમાં 10 જેટલા લગ્નો હતા. આ લગ્નોમાં ગ્રામ પંચાયતની ટીમે ખડે પગે રહીને નિર્ધારિત પ્રોટોકોલનો અસરકારક અમલ કરાવ્યો હતો.

કોરોનાની બીજી લહેર વચ્ચે વડોદરાના દુધવાડા ગામમાં કોરોનાનો એકપણ કેસ નહીં
કોરોનાની બીજી લહેર વચ્ચે વડોદરાના દુધવાડા ગામમાં કોરોનાનો એકપણ કેસ નહીં

ગ્રામ જનશક્તિના સહિયારા પુરૂષાર્થથી સકારાત્મક પરિણામ મળી શકે છે
ગત વર્ષે ગામને એક ખાનગી કંપનીના સહયોગથી ચાર વાર અને હાલમાં એક વાર સેનિટાઈઝ કરવામાં આવ્યું છે, એટલુ જ ગામમાં સ્વચ્છતા જળવાય રહે તે માટે સફાઈ પણ નિયમિત કરવામાં આવે છે. ગત વર્ષે લોકડાઉનના સમયમાં ગામના જરૂરિયાતમંદોને અનાજ તેમજ શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું તેમને ઉમેર્યું હતું. જન પ્રતિનિધિઓ અને ગ્રામ જનશક્તિના સહિયારા પુરૂષાર્થથી કેવું સકારાત્મક પરિણામ મળી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ દૂધવાડા ગામે સમગ્ર રાજ્યને પુરૂ પાડ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો