તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Not A Single Case Of Corona Has Been Reported In Urad Village Of Vadodara In The Second Deadly Wave Of Corona, The Villagers Strictly Follow The Guideline.

ગુજરાતનું આદર્શ ગામ:કોરોનાની બીજી ઘાતક લહેરમાં વડોદરાના ઉરદ ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, ગ્રામજનો ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરે છે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉરદ ગામના લોકોએ કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કર્યું હોવાથી ગામમાં કોરોના પ્રવેશ કરી શક્યો નથી - Divya Bhaskar
ઉરદ ગામના લોકોએ કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કર્યું હોવાથી ગામમાં કોરોના પ્રવેશ કરી શક્યો નથી
  • કરજણ તાલુકાના એક હજારની વસ્તી ધરાવતા ઉરદ ગામમાં કોરોના પ્રવેશતા હાંફી ગયો
  • નાનકડું એવુ ઉરદ ગામ ગુજરાત સહિત દેશને કોરોના મુક્ત આરોગ્ય જાળવણીનો મેસેજ આપે છે

સમગ્ર ગુજરાત એકજુટ થઇને વૈશ્વિક કોરોના સામે લડી રહ્યું છે, ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઉરદ ગામ કોરનાની બીજી ઘાતક લહેરમાં છેલ્લા એક માસમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આ શક્ય એટલા માટે બન્યું છે કે, ગ્રામજનોએ કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કર્યું છે. જેને પરિણામે કોરોના વાઇરસ આ ગામ સુધી પ્રવેશતા પ્રવેશતા હાંફી ગયો છે.

કોરોના ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન થવાથી ગામમાં કોરોનાનો પગપેસારો થયો નથી
કરજણ તાલુકાના માત્ર 1073ની વસ્તી ધરાવતા ઉરદ ગામની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. ગામના સતર્ક સરપંચ પ્રશાંત પટેલ અને તેમની ટીમે કોરોનાની બીજી ખતરનાક લહેરમાંથી ગામને બચાવી મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને સાચા અર્થમાં આત્મસાત કર્યું છે. કોરોનાના બીજી લહેરમાં ગામડાઓ પણ સંક્રમણ વઘ્યું, પરંતુ, ઉરદ ગામ કેવી રીતે કોરોના સંક્રમણથી બાકાત રહ્યું તે અંગે સરપંચ પ્રશાંતભાઈ પટેલ કહે છે કે ગ્રામજનોની સતર્કતા અને સરકારના નિર્દેશોનું ચૂસ્ત પાલન થવાથી ગામમાં કોરોનાનો પગપેસારો થયો નથી.

નાનકડું એવુ ઉરદ ગામ ગુજરાત સહિત દેશને કોરોના મુક્ત આરોગ્ય જાળવણીનો મેસેજ આપે છે
નાનકડું એવુ ઉરદ ગામ ગુજરાત સહિત દેશને કોરોના મુક્ત આરોગ્ય જાળવણીનો મેસેજ આપે છે

સમગ્ર ગામને 7 વખત સેનિટાઇઝ કરવામાં આવ્યું
ગામના સરપંચ પ્રશાંતે જણાવ્યું હતું કે, ગ્રામજનો પણ ગામને કોરોનાથી મુક્ત રાખવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવા જેવા નિયમોનું અસરકારક પાલન કરે છે. જેને કારણે કોરોનાની બીજી લહેરમાં અમારા ગામ કોરોના મુક્ત રહ્યું છે. સમગ્ર ગામને 7 વખત સેનિટાઇઝ કરવા સાથે પીવાના પાણીની ટાંકીની સફાઈ વારંવાર કરવામાં આવે છે. લોકો કોઈ બીમારીનો ભોગ ન બને. ગામને કોરોના મુક્ત રાખવામાં શિક્ષકો, આશા વર્કર, આંગણવાડી કાર્યકરનો મહત્વનો ફાળો રહ્યો છે. ગામમાં પ્રાથમિક શાળામાં સામૂહિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, પણ ત્યાં હાલ કોઇ દર્દી નથી.

ઉરદ ગામના સરપંચ પ્રશાંતભાઈ પટેલ
ઉરદ ગામના સરપંચ પ્રશાંતભાઈ પટેલ

ગ્રામજનોની જાગૃતિને કારણે ગામમાં 75 ટકા રસીકરણ કામગીરી પૂર્ણ થઈ
કરજણ તાલુકાના ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અમલદાર ડો.પ્રશાંતસિંહે જણાવ્યું હતું કે, ઉરદ ગામમાં કોરોનાની ઘાતક બીજી લહેરમાં છેલ્લા એક માસ દરમિયાન એક પણ કેસ નોંધાયો નથી. પ્રથમ લહેરમાં ગામમાં બે કેસ નોંધાયા હતા, જેઓ હાલમાં સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ગ્રામજનોની જાગૃતિને કારણે ગામમાં 75 ટકા રસીકરણ કામગીરી પૂર્ણ થઈ છે. ગામમાં 135 રેપિડ એન્ટીજન અને 30 RT-PCR સહિત 165 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં એકપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાયો નથી.

લોકો સ્વયં નિર્ધારિત પ્રોટોકોલ જાળવે તો કોરોના વાઇરસના સંક્રમણને અટકાવી શકાય છે
લોકો સ્વયં નિર્ધારિત પ્રોટોકોલ જાળવે તો કોરોના વાઇરસના સંક્રમણને અટકાવી શકાય છે

લોકો પ્રોટોકોલ જાળવે તો કોરોના સંક્રમણને અટકાવી શકાય છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી બચવા લોકો સ્વયં નિર્ધારિત પ્રોટોકોલ જાળવે તો કોરોના વાઇરસના સંક્રમણને અટકાવી શકાય છે. જે ઉરદના ગ્રામજનોએ સાચે જ સાર્થક કર્યું છે. કરજણ તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં સાધન સામગ્રી કે, દવાની કોઈ કમી નથી. ગ્રામજન અજયકુમાર પુરોહિત કહે છે કે, સરપંચ ગામને નિરોગી રાખવા માટે લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે. સરકાર તરફથી પણ જરૂરી તમામ સહયોગ મળી રહ્યો છે.

ગામમાં 135 રેપિડ એન્ટીજન અને 30 RT-PCR સહિત 165 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં એકપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાયો નથી
ગામમાં 135 રેપિડ એન્ટીજન અને 30 RT-PCR સહિત 165 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં એકપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાયો નથી

દરરોજ 40 ઘરનો સર્વે કરવામાં આવે છે
આશા વર્કર લતાબેન જણાવે છે કે, ગામ સ્વચ્છ અને નિરોગી રહે તે માટે દરરોજ 40 ઘરનો સર્વે કરવામાં આવે છે. ઘરે ઘરે ક્લોરિન ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવે છે. તાવના દર્દીઓ જણાય તો સ્લાઇડ લઈ જરૂરી દવાઓ આપવામાં આવે છે. ગામ લોકો પણ પોતાના આરોગ્ય બાબતે ખૂબ જ સચેત અને જાગૃત છે. નાનકડા ઉરદ ગામની જનશકિતએ પોતાની સામુહિક શક્તિથી કોરોનાને ગામવટો આપી અન્ય ગામોને નવી દિશા ચીંધી છે.

ગામ સ્વચ્છ અને નિરોગી રહે તે માટે દરરોજ 40 ઘરનો સર્વે કરવામાં આવે છે. ઘરે ઘરે ક્લોરિન ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવે છે
ગામ સ્વચ્છ અને નિરોગી રહે તે માટે દરરોજ 40 ઘરનો સર્વે કરવામાં આવે છે. ઘરે ઘરે ક્લોરિન ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવે છે