• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Not A Single Case Of Corona Has Been Reported In Rural Areas In The Last 4 Days, With 2 New Cases Of Mucormycosis Reported In The City.

કોરોના વડોદરા LIVE:શહેરમાં આજે નવા 2 પોઝિટિવ, ગ્રામ્યમાં એક પણ કેસ નહીં અને 3 દર્દીએ કોરોનાને માત આપી, કુલ કેસ 71,930 થયા

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના કુલ 4 દર્દીઓ સારવાર હેઠળ છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 2 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 71,930 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 3 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,289 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ
સોમવારે 18 વ્યક્તિઓ કોરોનાના પગલે ક્વોરન્ટાઇન હતા. હાલમાં શહેરમાં કોરોનાના 18 એક્ટિવ દર્દીઓ છે જે પૈકી બેને ઓક્સિજન પર અને એકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. હાલમાં સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના કુલ 4 દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ 6 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે બાકીના હોમ આઇસોલેશનમાં છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,755 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,928 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9665 પશ્ચિમ ઝોનમાં 11,925, ઉત્તર ઝોનમાં 11,774, દક્ષિણ ઝોનમાં 11,775, વડોદરા ગ્રામ્યમાં 26,755 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ છાણી, માંજલપુર.

અન્ય સમાચારો પણ છે...