વડોદરાની નવરાત્રિ LIVE:શહેરના શેરી ગરબાઓમાં આઠમાં નોરતે યુવાધન હિલોળે ચઢ્યું, ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

વડોદરા13 દિવસ પહેલા
શેરીગરબામાં ખેલૈયાઓની જમાવટ જોવા મળી હતી.
  • આઠમા નોરતે ખેલૈયાઓએ શેરી ગરબામાં હાથમાં દિવા પકડી તેમજ માથે ગરબી મૂકી ગરબે ઘુમી મહાગૌરીની આરતી કરી

વડોદરામાં સાતમા નોરતે વરસાદ બાદ આઠમાં નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યાં હતાં. નવરાત્રિના છેલ્લા દિવસોમાં ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘુમવા થનગની રહ્યાં છે. નોરતાના છઠ્ઠા દિવસે નરસિંહજીની પોળ ખાતે શેરી ગરબામાં વેશભુષા પણ દેખાઈ હતી. આ ઉપરાંત હવે નવરાત્રિને બે દિવસ બાકી રહ્યાં છે, ત્યારે શેરીગરબામાં ખેલૈયાઓની જમાવટ જોવા મળી હતી.

આઠમા નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
આજવા વાઘોડિયા રિંગ રોડ પર આવેલી સાનિધ્ય ટાઉનશિપ, ખોડિયારનગર ચાર રસ્તા પાસે અર્થ આઇકોન-2, ડભોઇ વાઘોડીયા રિંગ રોડ પર વેદાંત રેસિડેન્સી, માંજલપુરના મોહન યુવક મંડળ ગરબા અને ગોરવા લાફિંગ ક્લબમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.

1008 દિવડાંની આરતી કરી
નવરાત્રિની આઠમના નોરતે ખેલૈયાઓએ શેરી ગરબામાં હાથમાં દિવા પકડી તેમજ માથે ગરબી મૂકીને ગરબે ઘુમી મહાગૌરીની આરતી કરી હતી. આ ઉપરાંત રાવપુરા મામાની પોળ ખાતે અષ્ટમી નિમિત્તે 1008 દિવડાંની આરતી પણ કરવામાં આવી હતી. શહેરમાં મોટનાથ મહાદેવ પાસે, કારેલીબાગ, માંજલપુર,ચાર દરવાજા વિસ્તાર, ગોરવા,ગોત્રી સહિત 50થી વધુ શેરી ગરબાઓમાં આઠમના દિવસે ભક્તોએ દિવડાંઓથી માતાજીની આરતી ઉતારી ગરબે ઘુમ્યાં હતાં.

વેદાંત રેસિડેન્સી, ડભોઇ વાઘોડીયા રિંગ રોડ
વેદાંત રેસિડેન્સી, ડભોઇ વાઘોડીયા રિંગ રોડ

આઠમના દિવસે મંદિરોમાં વિશેષ હવનનું આયોજન કરાયું
આ ઉપરાંત આઠમના દિવસે માંઈ મંદિરોમાં પણ વિશેષ હવનનું આયોજન કરાયું હતું. ભક્તોએ દુરથી જ હવનના દર્શન કર્યાં હતાં. રાજપરીવારમાંથી રાજમાતા સુભાંગીની દેવી, શ્રીમંત સમરજીત ગાયકવાડ અને રાધીકારાજે બુધવારે સવારે 11 વાગે કારેલીબાગ બહુચરાજી માતાજીના મંદિરે પહોચીને અષ્ટમીની પુજા કરી હતી. આ ઉપરાંત પેલેસમાં પણ 13,14 અને 15 ઓક્ટોબરના રોજ ગરબાનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ દિવસે માત્ર રાજવી પરીવારોએ ગરબા રમ્યાં હતાં.

અર્થ આઇકોનની પાછળ, ખોડિયારનગર પાસે, ન્યુ વીઆઇપી રોડ
અર્થ આઇકોનની પાછળ, ખોડિયારનગર પાસે, ન્યુ વીઆઇપી રોડ
મનમોહન યુવક મંડળ ગરબા, માંજલપુર
મનમોહન યુવક મંડળ ગરબા, માંજલપુર
સાનિધ્ય ટાઉનશિપ ક્રિષ્નાપાર્ક લેન, ડભોઇ દશાલાડ ભવનની પાછળ, આજવા વાઘોડિયા રિંગ રોડ
સાનિધ્ય ટાઉનશિપ ક્રિષ્નાપાર્ક લેન, ડભોઇ દશાલાડ ભવનની પાછળ, આજવા વાઘોડિયા રિંગ રોડ
લાફિંગ ક્લબ સહયોગ ગાર્ડન ગાર્ડન ખાતે, ગોરવા
લાફિંગ ક્લબ સહયોગ ગાર્ડન ગાર્ડન ખાતે, ગોરવા
અન્ય સમાચારો પણ છે...