આજે જન્મોત્સવ:મહાવીર સ્વામીની 12.3 ફૂટની પ્રતિમા સાથે અહિંસા રેલી નીકળી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે જન્મોત્સવ, રાજમાર્ગો પર સવા લાખ લાડુંથી લોકોનું મોં મીઠું કરાવાશે

શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીનો ગુરુવારે 2621મો જન્મોત્સવ ઊજવાશે. નવલખીમાં યોજાનારા જન્મોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે. જૈન સમાજે બુધવારે ભગવાનની 12.3 ફૂટ ઊંચી પ્રતિમા સાથે અહિંસા રેલી યોજી હતી, જેમાં 300 જેટલા બાઈક સવાર ઉપરાંત ડીજે, હાથી, બે ઘોડા, 6 બગ્ગી સહિત જૈન સમાજના લોકો જોડાયા હતા.

મહાસંઘના પ્રમુખ હિતેશ શાહે જણાવ્યું કે, 14 એપ્રિલે રાજમાર્ગો પર સવા લાખ બુંદીના લાડુંથી લોકોનું મોં મીઠું કરાવાશે. ઉપરાંત ઘરડાઘર, અનાથ આશ્રમો, રક્તપિત્ત હોસ્પિટલ, મંદબુદ્ધિનાં બાળકોની સંસ્થામાં પણ બુંદીના લાડું વહેંચાશે.સાંજે 7 કલાકે નવલખી ગ્રાઉન્ડમાં ‘મહાવીર રંગ લાગ્યો’નું આયોજન કરવામાં આવ્યું છે.

80 ફૂટ લાંબો મેરૂ પર્વત ઊભો કરાયો
જૈન સંઘના ભાવેશ લોડાયાએ જણાવ્યું કે, ભગવાન મહાવીરનો જન્મ બાદ ઈન્દ્ર-ઈન્દ્રાણી ભગવાનને મેરૂ પર્વત પર લઈ જતાં દેવોએ જન્મોત્સવ ઊજવ્યો હતો. નવલખીમાં 80 ફૂટ લાંબો, 15 ફૂટ ઊંચો મેરૂ પર્વત બનાવ્યો છે. જ્યાં દેવતા દ્વારા જન્મોત્સવનો કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...