પાણીનો કકળાટ:‘પાણી નહીં તો વોટ નહીં’ રહીશોએ માટલાં ફોડ્યાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી

શહેરના છેવાડે વાઘોડિયા રોડ પર આવેલા ખટંબા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પીવાના પાણી મુદ્દે રહીશોએ માટલાં ફોડી “પાણી નહીં તો વોટ નહીં”ના સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

વાઘોડિયા રોડ ખટંબા ખાતે અર્બન રેસિડેન્સી પ્રધાનમંત્રી આવાસનાં મકાનોમાં જેમાં પાણીની સમસ્યા મુદ્દે રહીશોએ માટલાં ફોડી “પાણી નહીં તો વોટ નહીં”ના સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપરાંત વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં કરાય તો આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. 1284 આવાસો વચ્ચે જે પાણીની લાઈન અપાઈ છે તે પૂરતા પ્રમાણમાં નથી, જેથી જરૂરિયાત મુજબ પાણી મળી શકતું નથી. પરિણામે રહીશોને ટેન્કર તથા જગ મારફતે પાણી ખરીદવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, 25 લાખ વેરો ચૂકવી રહ્યા છે, છતાં પાણી નથી મળી રહ્યું.

અન્ય સમાચારો પણ છે...