નાગરિકોનો બેનરમારો:કારેલીબાગની 8 સોસાયટીમાં ‘નો વોટ’નાં બેનર લાગ્યાં

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાકમાર્કેટથી રોજ સાંજે થતા ટ્રાફિકથી પરેશાન નાગરિકોનો બેનરમારો

વિધાનસભાની ચૂંટણી આવતા જ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોથી નારાજ નાગરિકોએ રાજકીય પાર્ટીઓ સામે નારાજગી દર્શાવી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી 8 સોસાયટીના લોકોએ બેનરો લગાવી નારાજગી દર્શાવી છે. સોસાયટીઓની બહાર લાગતા શાકમાર્કેટોથી નાગરિકો ભારે પરેશાન છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી 8 સોસાયટીઓના રહીશો દ્વારા મતદાનના બહિષ્કારના બેનર લગાવી દેવામાં છે. જેમાં કારેલીબાગ પાણીની ટાંકીથી લઈને હાથીખાના રોડ પર ભરાતા શાક માર્કેટનો પણ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. શાક માર્કેટ અને લારી-ગલ્લાના દબાણને કારણે સ્થાનિકો હેરાન છે. અનેક વખત ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરી સોસાયટીઓ બહાર બેનર્સ લગાવ્યા છે.

કલાકુંજ-1, 3, હરિકૃપા સોસાયટી, અજિતનાથ, નિર્વાણ ફ્લેટ, ધનલક્ષ્મી સોસાયટી, સુકાન ફ્લેટ સહિતના લોકો પરેશાન છે. સ્થાનિકોએ કહ્યું હતું કે, અમે તેઓ મત આપવા માંગીએ છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી તો અમે શા માટે મત આપીએ? રોડ પર શાક માર્કેટ ભરાતુ હોવાથી ટ્રાફિકજામ થાય છે અને સોસાયટીમાં લોકો વાહન પાર્ક કરે છે. આ શાક માર્કેટ હટાવવાની અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...