રેલવે તંત્ર માનવતા ચૂક્યું:પ્લેટફોર્મ પર બેભાન યાત્રી માટે સ્ટ્રેચરની પણ વ્યવસ્થા ન કરાઈ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રેલવે મંત્રી આવતા હોઇ રેલવે તંત્ર માનવતા ચૂક્યું
  • ઝોળી બનાવી મુસાફરને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાયો

વડોદરા સ્ટેશનથી કેન્દ્રીય રેલ મંત્રી પસાર થવાના હોવાને પગલે મુસાફર માટેની માનવતા રેલવે તંત્ર ચૂક્યૂં હતું. રેલવે તંત્રે પ્લેટફોર્મ પર જ બેભાન થયેલા મુસાફર માટે સ્ટ્રેચર પણ આપ્યું નહોતું. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ વડોદરા રેલવે સ્ટેશનથી પાસ આઉટ થવાના હોવાથી વ્યસ્ત બનેલું વડોદરા રેલવે તંત્ર માનવતા ચૂકી ગયું હતું. મુસાફરને પ્રાથમિક સારવાર કે સ્ટ્રેચર સુધ્ધાં ન મળતાં રેલવે કર્મચારીએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી રેલ મંત્રી 5 વાગ્યે પસાર થવાના હતા, પરંતુ તેઓ અંદાજે 5-45 વાગ્યાના અરસામાં વડોદરાથી પસાર થયા હતા.

જોકે તે પૂર્વે પ્લેટફોર્મ નંબર 2 પર આવેલી બાંદરા-અમૃતસર એક્સપ્રેસમાંથી ઉતરેલા મુસાફર અચાનક બેભાન થઇ ઢળી પડ્યા હતા. બીજી બાજુ તંત્ર રેલ મંત્રીના આગમનની રાહ જોવામાં વ્યસ્ત હોવાથી મુસાફરને પ્લેટફોર્મ પરથી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે સ્ટ્રેચરની વ્યવસ્થા પણ કરી નહોતી. જેને પગલે બેભાન મુસાફરને ચાદરની ઝોળી બનાવી એમ્બ્યુલન્સ સુધી લઈ જવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, સ્ટેશન ડાયરેક્ટરની બાજુની સ્ટેશન માસ્તરની કેબિનમાં સ્ટ્રેચર રાખવામાં આવે છે. તાજેતરમાં જ વડોદરા ખાતે આવેલી પેસેન્જર એમિટી કમિટી દ્વારા સ્ટેશન ડાયરેક્ટર અને સ્ટાફને સારી કામગીરી માટે રોકડ ઇનામની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...