ઓરમાયું વર્તન:1 મહિનાથી કાળા પાણીની સમસ્યાનો કોઇ ઉકેલ નહીં, પથ્થરગેટ વિસ્તારના રહીશો પરેશાન

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના પથ્થરગેટ સહિત આસપાસના વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી કાળા રંગનું આવી રહ્યું છે. જેના કારણે લોકોને ભારે પરેશાની થઈ રહી છે. આ અંગે અનેકવાર તંત્રને જાણ કરવા છતાં તેઓએ આ બાબતે ધ્યાન ન અપાતા સમસ્યા વણઉકલી રહી છે.

સ્થાનિક કાઉન્સિલર બાળુ સૂર્વેએ જણાવ્યું હતું કે, ઇલેક્શન વોર્ડ 13માં પથ્થરગેટ, પરદેશી ફળિયું, રાઠોડવાસ, ખારવાવાડ વિસ્તારમાં દુર્ગંધવાળું અને કાળું પાણી આવે છે. પાલિકાના કર્મચારીઓ મુલાકાત તો લે છે, પરંતુ કોઈ નિરાકરણ લાવી શકતા નથી. પાણી ફરિયાદ કેન્દ્રમાં ફરિયાદ કરવા છતાં તેનો કોઈ નિકાલ આવ્યો નથી. તેમના વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...