એજયુકેશન:ના સહી, ના લેટરહેડ, કોરા કાગળ પર પરીક્ષાની એસઓપી અપાઇ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • યુનિવર્સિટીમાં પરીક્ષાની નધણિયાતી એસઓપી સામે અધ્યાપકોમાં કચવાટ
  • જ્યારે અધ્યાપકોને મેમો અપાયો ત્યારે લેટર પેડ, સહી સહિતના પત્રનો ઉપયોગ થયો

એમ.એસ.યુનિવર્સિટીમાં પરીક્ષાની એસઓપી સામે અધ્યાપકોમાં કચવાટ છે. પરીક્ષાના નિયમો સાથેની એસઓપી પર કોઇ પણ ઓથોરીટીની સહી નથી તથા યુનિવર્સિટીના નામ લોગોના લેટર પેડનો પણ ઉપયોગ કરાયો નથી. યુનિવર્સિટીના નામ લોગોના લેટર પેડનો પણ ઉપયોગ કરાયો નથી. અધ્યાપકોને મેમો આપવા માટે લેટર પેડ તથા સહી સહિતના પત્ર આપવામાં આવ્યો હતો.

એમ.એસ.યુનિવર્સિટીની પરીક્ષાઓ કેવી રીતે યોજવાની તે માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ સીસ્ટમ બહાર પાડવામાં આવી છે. જોકે તેમાં કોઇ પણ પ્રકારની સહી વગરની પીડીએફ ફાઇલ જ તમામ અધ્યાપકોને મોકલાવામાં આવી છે. કોઇ પણ ઓથોરેટીની સહી વગરનો લેટર જેમાં યુનિવર્સિટીનો લોગો સાથે ના લેટર પેડ પર પણ નથી. જેના કારણે અધ્યાપકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

જે પણ પત્ર મોકલવામાં આવ્યા છે તેને સેનેટ,સિન્ડિકેટ,બોર્ડ ઓફ સ્ટડીઝ કે કોઇ પણ મીટીંગમાં તેને પાસ કરવામાં આવ્યું નથી તેમ છતાં પણ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. આર્ટસ ફેકલ્ટીના અધ્યાપકોને મેમો આપવા માટે યુનિવર્સિટીના લોગા સાથેનો લેટર અને તેમા સહી પણ કરીને મોકલવામાં આવ્યો છે. જેના કારણે અધ્યાપકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

SOP MSUની છે કે નહિ તેનો પણ કોઇ જગ્યાએ ઉલ્લેખ નથી
એસઓપી જે પ્રકારે બનાવવામાં આવી છે તેમાં કોઇ પણ જગ્યાએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની છે કે નહિ તે સાબિત થતું નથી. પત્રમાં કોઇ જગ્યાએ યુનિવર્સિટીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...