તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિવેદન:'રાજ્યમાં શાળાઓ શરૂ કરવા માટે ઉતાવળ નહીં કરાય, હાલ ફી વસુલતી સ્કૂલો સામે પગલા લેવાશે': શિક્ષણમંત્રી

રાજપીપળા2 મહિનો પહેલા
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગોરા પાસે આવેલા શૂલપાણેશ્વર મંદિરમાં પૂજા કરી હતી
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નર્મદા જિલ્લાના ગોરા પાસે આવેલા શૂલપાણેશ્વર મંદિરમાં પૂજા કરી
  • અભ્યાસક્રમ બાબતે કમિટીની રચના કરાઇ છે, તેમના નિર્ણય પ્રમાણે 20 કે 30 ટકા અભ્યાસક્રમ રખાશે: શિક્ષણમંત્રી

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લા 22 વર્ષથી નર્મદા જિલ્લાના ગોરા ખાતે આવેલા શૂલપાણેશ્વરમાં પૂજા કરતા આવ્યા છે. આજે સોમવતી અમાસે શિક્ષણમંત્રીએ શૂલપાણેશ્વર મંદિર ખાતે પૂજા કરી હતી. આ સમયે શિક્ષણમંત્રીએ રાજ્યમાં શાળાઓ શરૂ કરવાની ઉતાવળ નહીં કરવાની અને ફી લેવાની વાતો કરતી સ્કૂલો સામે પગલા લેવાની વાત કરી હતી. 

અભ્યાસક્રમ બાબતે કમિટીની રચના કરી છેઃ શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વેબિનાર દ્વારા મે શિક્ષણવિદો અને ડોક્ટરો સાથે ચર્ચા કરી છે. જેમાં શાળા ખોલવાની ઉતાવળ ન કરવી અને સંપૂર્ણપણે જનજીવન રાબેતા મુજબ ચાલુ થાય પછી બાળકોના સ્વાસ્થ્યને લઇને અમે શાળા ખોલવા બાબતે નિર્ણય કરવામાં આવશે અને અભ્યાસક્રમ બાબતે પણ અમે કમિટીની રચના કરી છે અને એમાં પણ 20 કે 30 ટકા અભ્યાસ ક્રમ અમે નિર્ણય કરીશું. જ્યારે જે શાળાઓ હાલ ફી લેવાની વાતો કરી રહી છે તેની સામે અમે પગલા લઈશું. 

કોરોના મહામારીમાં શિક્ષણકાર્ય બંધ રહ્યું નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની મહામારી વચ્ચે પણ શિક્ષણકાર્ય બંધ રહ્યું નથી. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડ્યા છે. આ ઉપરાંત ઓનલાઇનના માધ્યમથી શિક્ષણકાર્ય નિરંતર ચાલુ જ રહ્યું છે.  
(અહેવાલ અને તસવીરઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો